Surat: લગ્નના એક દિવસ અગાઉ જ જેલ ભેગો થયો વરરાજો, જાણો શું છે મામલો
Groom was Arrested: સુરતમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં લગ્નના એક દિવસ અગાઉ મેરેજ હૉલમાં જુગાર રમવા દરમિયાન વરરાજા સહિત 13 લોકોની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં તુમ્બી મેરેજ હૉલને લગ્ન માટે બૂક કરવામાં આવ્યો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ એ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે, મેરેજ હૉલમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે રાંદેર પોલીસે દરોડો પાડ્યો અને ઘટનાસ્થળ પરથી વરરાજા સહિત 13 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આ મામલે ACP વી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, જીનાલી ઓવર બ્રિજ પાસે સ્થિત તુમ્બી મેરેજ હૉલને નવાબ કાગડા નામના વ્યક્તિએ બૂક કરાવ્યો હતો, પરંતુ લગ્નના એક દિવસ અગાઉ જ હૉલમાં જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે આરોપીઓ વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવશે.
જુગાર રમતા પકડાયેલા લોકોમાં બશીર કાગડા નામનો શખ્સ પણ છે, જેના લગ્ન એજ હોલમાં થવાના હતા. પોલીસે બધા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમાને કસ્ટડીમાં લઇ લીધા છે. જેથી લગ્નવાળા પરિવારમાં ખુશીનો માહોલ ઉદાસીમાં બદલાઈ ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp