હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી કેવું રહેશે હવામાન?
Gujarat Weather: ડિસેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીએ કહેર મચાવી દીધો છે. જેમ-જેમ દિવસો વધી રહ્યા છે તેમ-તેમ ઠંડીની તીવ્રતા પણ વધી રહી છે. સમગ્ર રાજ્યનું તાપમાન સતત ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. ઠંડીની મહત્તમ અસર નલિયામાં જોવા મળી રહી છે જ્યાં તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ હવામાન વિભાગે કચ્છમાં શીત લહેરની આગાહી કરી છે. સાથે જ વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આ સાથે 7 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગુજરાતમાં ઠંડી વધવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પવનની ઝડપ 5 થી 10 નૉટ સુધી હોય છે, જે ઠંડકનું પરિબળ પણ છે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
pic.twitter.com/zoBtNrkcdx — IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 16, 2024
pic.twitter.com/zoBtNrkcdx
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં 7.8, અમરેલીમાં 9.6, ડીસામાં 9.9, મહુવામાં 10.9, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 11, કેશોદમાં 11.5, ભુજમાં 11.6, વડોદરામાં 12, પોરબંદરમાં 12.2 ડિગ્રી, ભાવનગરમાં 12.2, સુરેન્દ્રનગરમાં 13.4, વલ્લભવિદ્યાનગરમાં 13.8, અમદાવાદમાં 14, કંડલા પોર્ટમાં 14, સુરતમાં 15.2, દ્વારકામાં 16.4, વેરાવળમાં 18.5, ઓખામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp