નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો, સરકાર કરવા જઇ રહી છે મોટો બદલાવ

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો, સરકાર કરવા જઇ રહી છે મોટો બદલાવ

06/22/2022 National

SidhiKhabar

SidhiKhabar

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો, સરકાર કરવા જઇ રહી છે મોટો બદલાવ

કેન્દ્ર સરકાર (Central Government) સરકારી કર્મચારીઓને જલ્દી જ કોઈ ગુડ ન્યૂઝ આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર (Retirement age) અને પેન્શનની (Pension) રકમ વધારવા અંગે ચર્ચા વિચારણા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિ (Economic Advisory Committee) તરફથી આ રજૂઆત કરવામાં આવી છે.


ભારતમાં કામ કરતા લોકોની વયમર્યાદામાં વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે, દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ (Retirement age) કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.


સિનિયર સિટીઝનની સુરક્ષા :

સમિતિના રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું રૂ.2,000 પેન્શન આપવું જોઈએ. આર્થિક સલાહકાર સમિતિએ ભારતમાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી છે.


સ્કિલ ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી :

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કામ કરવાની ઉંમર વધારવી હોય તો સેવાનિવૃત્તિની ઉંમરમાં પણ વૃદ્ધિ કરવાની જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા પ્રણાલી પરના પ્રેશરને ઓછું કરવા માટે આ સિસ્ટમની શરૂઆત કરી શકાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 50 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે.


વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019નો રિપોર્ટ :

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019ના રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતમાં 32 કરોડ લોકો સિનિયર સિટીઝન હશે. એટલે કે, દેશની વસ્તીમાંથી 19.5 ટકા લોકો સેવાનિવૃત્તની કેટેગરીમાં શામેલ થઈ જશે. વર્ષ 2019માં ભારતની વસ્તીમાંથી 10 ટકા લોકો એટલે કે, 14 ટકા લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં છે.


કર્મચારીઓને સેવાનિવૃત્તિની વય (employees retirement age) અંગે અનેક મામલાઓ કોર્ટમાં પહોંચી રહ્યા છે. એક તરફ સેવાનિવૃત્ત થતા પહેલા કર્મચારીઓ સતત સેવાનિવૃત્તિ વર્ષ વધારવા માટે કવાયત તેજ કરી રહ્યા છે. આવો જ એક મામલો બેંગ્લોર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તો બેંગ્લોર હાઈકોર્ટ આ અંગે નિર્ણય આપ્યો છે કે, સેવાનિવૃત્તિની વયમાં વૃદ્ધિ કરવાનો સંપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top