બ્રિટનના મહારાણી કરતાં પણ અમીર છે આ ભારતીય મહિલા, જાણો કોણ છે આ ધનવાન ભારતીય મહિલા?

બ્રિટનના મહારાણી કરતાં પણ અમીર છે આ ભારતીય મહિલા, જાણો કોણ છે આ ધનવાન ભારતીય મહિલા?

07/11/2022 World

SidhiKhabar

SidhiKhabar

બ્રિટનના મહારાણી કરતાં પણ અમીર છે આ ભારતીય મહિલા, જાણો કોણ છે આ ધનવાન ભારતીય મહિલા?

બ્રિટિશ નાણા મંત્રી ઋષિ સુનક(British Finance Minister Rishi Sunak)ની ભારતીય પત્ની અક્ષતા મૂર્તિ(Akshata Murty) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તાજેતરના અહેવાલમાં, તેમને બ્રિટિશ રાણી એલિઝાબેથ(queen Elizabeth II) કરતા વધુ ધનિક તરીકે વર્ણવવામાં આવી છે. ખાસ વાત એ છે કે અક્ષતા મૂર્તિ મૂળ ભારતીય હોવાથી ભારત સાથે ખાસ સંબંધ ધરાવે છે.

 


રાણી એલિઝાબેથ કરતાં વધુ સમૃદ્ધ

રાણી એલિઝાબેથ કરતાં વધુ સમૃદ્ધ

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, 42 વર્ષીય અક્ષતા મૂર્તિની પાસે ઈન્ફોસિસમાં લગભગ એક અબજ ડોલરના શેર છે. આ બાબત અક્ષતા મૂર્તિને રાણી એલિઝાબેથ દ્વિતીય કરતાં વધુ સમૃદ્ધ બનાવે છે. 2021 સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ મુજબ, તે આશરે £350 મિલિયન ($460 મિલિયન) શેર ધરાવે છે. અક્ષતા પાસે લંડનના અપસ્કેલ કેન્સિંગ્ટનમાં £7 મિલિયનનું પાંચ બેડરૂમનું ઘર છે, ઉપરાંત કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં એક ફ્લેટ ધરાવે છે.


ઇન્ફોસિસ સાથે ખાસ સંબંધ

ઇન્ફોસિસ સાથે ખાસ સંબંધ

અક્ષતા મૂર્તિ નારાયણ મૂર્તિ અને આઈટી કંપની ઈન્ફોસિસના અબજોપતિ માલિક સુધા મૂર્તિની પુત્રી છે. એનઆર નારાયણ મૂર્તિએ 1981માં ટેક જાયન્ટ ઈન્ફોસિસની સહ-સ્થાપના કરી હતી. કહેવાય છે કે, નારાયણ મૂર્તિએ તેમની પત્ની સુધા મૂર્તિ પાસેથી 10,000 રૂપિયા લઈને આ કંપની બનાવી હતી. આજે આ કંપની $100 બિલિયન કરતાં વધુ બિઝનેસ ધરાવે છે. આટલું જ નહીં વોલ સ્ટ્રીટ પર લિસ્ટ થનારી આ પહેલી ભારતીય કંપની છે.


કોણ છે ઋષિ સુનક

કોણ છે ઋષિ સુનક

ઋષિ સુનક બ્રિટનના નાણા મંત્રી છે. એક સમયે તેમને બ્રિટનના ભાવિ વડાપ્રધાન તરીકે જોવામાં આવતા હતા. સામાન્ય લોકો સાથે જોડાયેલી વસ્તુઓની કિંમતોમાં વધારો થયા બાદ તેમની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરના એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની પત્ની મૂર્તિની વિદેશી કમાણી બ્રિટિશ ટેક્સ અધિકારીઓ પાસેથી બચાવી લેવામાં આવી છે. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ યુએસએની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મળ્યા, જ્યારે અક્ષતા એમબીએ કરી રહી હતી. બંનેએ 2009માં લગ્ન કર્યા હતા.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top