ગુજરાતીઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખો; આગામી ત્રણ દિવસ ફરી ત્રાટકી શકે છે મેઘરાજા, જાણો ગુજરાતના ક્

ગુજરાતીઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખો; આગામી ત્રણ દિવસ ફરી ત્રાટકી શકે છે મેઘરાજા, જાણો ગુજરાતના ક્યાં જીલ્લાઓને ભીંજવશે

10/06/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતીઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખો; આગામી ત્રણ દિવસ ફરી ત્રાટકી શકે છે મેઘરાજા, જાણો ગુજરાતના ક્

ગુજરાત ડેસ્ક : હવામાન વિભાગે એકવાર ફરી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યમાં ફરી દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરાઇ છે.


બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે પડ્યા વરસાદી છાંટા

બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે પડ્યા વરસાદી છાંટા

બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી છાંટા પડ્યા છે. આથી જો માવઠું થાય તો મગફળીના પાકમાં નુકસાનની શક્યતાઓ રહેલી છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ

બીજી બાજુ આજે સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. જો વધુ વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થઈ શકે છે.


રાજ્યમાં ફરી આગામી 3 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં ફરી આગામી 3 દિવસ વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે.


રાજ્યમાં 8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.

જ્યારે 9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top