Shocking: સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી આ ‘રૂપસુંદરી’ અત્યારે પાઈ-પાઈ માટે તરસે છે! એક ગ્રુપમાં

Shocking: સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી આ ‘રૂપસુંદરી’ અત્યારે પાઈ-પાઈ માટે તરસે છે! એક ગ્રુપમાં મેસેજ કરીને કહ્યું કે...

08/01/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

Shocking: સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી આ ‘રૂપસુંદરી’ અત્યારે પાઈ-પાઈ માટે તરસે છે! એક ગ્રુપમાં

Shocking story of bollywood, salman khan: બોલીવુડને ‘માયાનગરી’ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અહીં દર અઠવાડિયે રીલીઝ થતી ફિલ્મોની સાથે સાથે લોકોની કિસ્મત પલટો મારે છે. કેટલાક જમીનથી ઊંચકાઈને આકાશે પહોંચે છે, તો વળી કેટલાક અર્શથી ઉતરીને સીધા ફર્શ પર પછડાય છે. આવો જ એક કિસ્સો હમણાં સામે આવ્યો છે. એક પત્રકારે આ કિસ્સો શેર કરતા લખ્યું છે કે “કેનેડામાં જન્મ, સલમાન ખાનની ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ, એકતા કપૂરની સિરિયલમાં કામ... આ કરિયર કોઈપણ અભિનેતા માટે સપનાથી ઓછી નથી, પણ...”


એક PR ગ્રુપમાં ચોંકાવનારો મેસેજ આવ્યો કે...

એક PR ગ્રુપમાં ચોંકાવનારો મેસેજ આવ્યો કે...

પત્રકાર પોતાની વાતમાં લખે છે કે ગઈ કાલે રાત્રે એક PR ગ્રુપમાં આવ્યો. એમાં લખ્યું હતું કે “હું જોબ શોધી રહી છું.” આ મેસેજ મોકલનારનું નામ હતું રૂબી ભાટિયા! પહેલા તો મને વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ ખરાઈ કર્યા પછી મને ખબર પડી કે આ એ જ રૂબી ભાટિયા છે, જેને અમે સલમાન ખાનની 'ચોરી-ચોરી ચૂપકે-ચુપકે'માં ન્યૂઝ પ્રેઝન્ટરની ભૂમિકામાં જોઈ હતી.

રૂબીના મેસેજમાં લખ્યું હતું કે “હું (રૂબી) પાર્ટ ટાઈમ કામ શોધી રહી છું. આ કામ ઘરેથી થાય તો સારું, નહીં તો પણ ચાલે. પણ મારે તાત્કાલિક નોકરી જોઈએ છે. મીડિયામાં હોય કે મીડિયાની બહાર હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ટાઈપિંગ જાણું છું, ખૂબ જ ઝડપી એટલે કે હું પ્રતિ મિનિટ 70-80 શબ્દો ટાઈપ કરી શકું છું. મારી પાસે ડેટા એન્ટ્રી જોબ માટે લેપટોપ પણ છે. ફોન કોલ્સ, રિસેપ્શન, ઓફિસ વર્ક, એન્કરિંગ, એક્ટિંગ કે કોચિંગ હેન્ડલ કરવું. હું કોઈપણ પ્રકારનું કામ કરવા તૈયાર છું!” નીચે રૂબીએ તેનું નામ, તેણીની સંપર્ક વિગતો અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ લખ્યું હતું.


રૂબી મિસ ઈન્ડિયા કેનેડા રહી ચૂકી છે

રૂબી મિસ ઈન્ડિયા કેનેડા રહી ચૂકી છે

રૂબી કેનેડામાં અભ્યાસ પૂરો કરીને ભારત આવી હતી. તે મિસ ઈન્ડિયા કેનેડાનો ખિતાબ જીતી ચૂકી છે. વર્ષ 1994માં રૂબીએ ફેમિના મિસ ઈન્ડિયામાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું, આ સ્પર્ધામાં તે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન સાથે સ્પર્ધામાં હતી. ત્યારબાદ તે ચેનલ Vની VJ બની, તેણે ટીવી સીરીયલ 'યે હૈ રાઝ'થી ટીવી ડેબ્યૂ કર્યું, પરંતુ પછી તેણે ફિલ્મો માટે આ શોને અલવિદા કહી દીધું. તેના સ્થાને દીપ્તિ ભટનાગરે લીધી. પોતાના કરિયરમાં તેણે 5 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાનની 'ચોરી ચોરી ચૂપકે ચુપકે'થી લઈને હૃતિક રોશન-કરીના કપૂર ખાનની 'મૈં પ્રેમ કી દીવાની હૂં' સુધીની તેણે ઘણી ફિલ્મોમાં નાની પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

પહેલા પતિથી અલગ થઈ ગઈ હતી

રૂબીના પ્રથમ લગ્ન વર્ષ 1996માં ગાયક નીતિન બાલી સાથે થયા હતા, નીતિન એ જ ગાયક છે જેણે ભારતમાં રિમિક્સનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો, તેનું એક દુ:ખદ અકસ્માતમાં અવસાન થયું હતું. નીતિન સાથે રૂબીનો સંબંધ માત્ર 3 વર્ષ જ ચાલ્યો અને વર્ષ 1999માં બંને અલગ થઈ ગયા. નીતિનથી અલગ થયાના 10 વર્ષ બાદ રૂબીએ 2009માં ડાન્સર અર્જિત દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 પુત્રો પણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top