અહી કાળા ચશ્મા પહેર્યા તો ખેર નહીં, દુશ્મન દેશનું ગીત સાંભળવા પર થઈ જશે ફાંસી

અહી કાળા ચશ્મા પહેર્યા તો ખેર નહીં, દુશ્મન દેશનું ગીત સાંભળવા પર થઈ જશે ફાંસી

06/29/2024 World

SidhiKhabar

SidhiKhabar

અહી કાળા ચશ્મા પહેર્યા તો ખેર નહીં, દુશ્મન દેશનું ગીત સાંભળવા પર થઈ જશે ફાંસી

કાળા ચશ્મા ફેશન સેન્સ તો બતાવે જ છે, ગરમીથી પણ બચાવે છે, પરંતુ દુનિયાનો એક દેશ એવો પણ છે જ્યાં રમે ગમે તેટલો તડકો હોય, કાળા ચશ્મા નહીં પહેરી શકો. પહેરી લીધા તો તમારી ખેર નહીં. એટલું જ નહીં, અહી દુલ્હનો પોતાના લગ્ન પર સફેદ ગાઉન પણ પહેરી શકતી નથી. કોઈ બીજા દેશનું ગીત સાંભળ્યું તો વધારે મુશ્કેલી છે. ક્યાંક દુશ્મન દેશનું ગીત સાંભળી લીધું તો ફાંસી નક્કી માનવામાં આવશે.


દક્ષિણ કોરિયાની યુનિફિકેશન મિનિસ્ટ્રીએ રિપોર્ટ કર્યો તૈયાર

ચોંકાશો નહીં, આ બધુ ઉત્તર કોરિયામાં થઈ રહ્યું છે. અહીંયા શાસક કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાને દુશ્મન દેશ માને છે. તેઓ નથી ઇચ્છતા કે ઉત્તર કોરિયન લોકો ત્યાંની કોઈ પણ વસ્તુ અપનાવે. દક્ષિણ કોરિયામાં લગ્ન દરમિયાન દુલ્હનો સફેદ ગાઉન પહેરે છે. આ તેમના કલ્ચરનો અભિન્ન હિસ્સો છે. આ જોઈને ઉત્તર કોરિયાની છોકરીઓ પણ ગાઉન પહેરવા લાગી. આ વાતથી કિમ જોંગ ઉન એટલા નિરાશ થઈ ગયા કે તેમણે સુરક્ષાબળોને આદેશ આપી દીધો કે, કોઈ એમ કરતું દેખાય તો તેને સજા આપવામાં આવે. દક્ષિણ કોરિયાની યુનિફિકેશન મિનિસ્ટ્રીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.


વર-વધુને પીઠ પર નહીં ઉઠાવી શકે:

રિપોર્ટ્સ મુજબ, સુરક્ષાબળ લગ્નવાળા ઘરોમાં ઘૂસી જાય છે. ત્યાં લોકોની તપાસ કરે છે કે ક્યાંક કોઈએ દક્ષિણ કોરિયાના કલ્ચરવાળા કપડાં તો નથી પહેર્યા. લોકોને ફેશનેબલ કપડાં પહેરતા રોકવામાં આવી રહ્યા છે. વર, વધુને પોતાની પીઠ પર નહીં ઉઠાવી શકે. એમ કર્યું તો સજા નક્કી છે. લોકોના ફોનની પણ તપાસમાં આવે છે. જોવામાં આવી રહ્યું છે કે, ક્યાંક તેઓ દક્ષિણ કોરિયાના કોઈ વ્યક્તિના સંપર્કમાં તો નથી.


ફિલ્મો જોવી કે સીડી વેચવા પર મોતની સજા:

જો તમે દક્ષિણ કોરિયાના ગીત સાંભળતા જોવા મળ્યા તો તમને મોતની સજા આપી શકાય છે. થોડા દિવસ અગાઉ 22 વર્ષીય એક છોકરાને માત્ર એટલે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો કેમ કે તેણે દક્ષિણ કોરિયન સંગીત સાંભળવા અને ત્યાંની ફિલ્મોની સીડી વેંચવાની વાત સ્વીકારી હતી. જો કે, ત્યારબાદ ઉત્તર કોરિયાએ તેને કાલ્પનિક રિપોર્ટ બતાવી દીધો હતો. વર્ષ 2020માં ઉત્તર કોરિયાએ એક કાયદો બનાવી દીધો હતો. જેમાં દક્ષિણ કોરિયાની ફિલ્મો જોવી કે સીડી વેચવા પર મોતની સજાનું પ્રાવધાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top