શહેરની સૌથી મોટી દુર્ઘટના : ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 9 બાળકો સહિત 19નાં મ

શહેરની સૌથી મોટી દુર્ઘટના : ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 9 બાળકો સહિત 19નાં મોત

01/10/2022 World

SidhiKhabar

SidhiKhabar

શહેરની સૌથી મોટી દુર્ઘટના : ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 9 બાળકો સહિત 19નાં મ

વર્લ્ડ ડેસ્ક : અમેરિકાના ન્યૂયોર્કમાં રવિવારે એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.  આગ એક હીટરનાં કારણે લાગી હતી, જેમાં 19 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાને ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે.


લાપરવાહી આગ લાગવાનું કારણ

લાપરવાહી આગ લાગવાનું કારણ

ઠંડીથી બચવા માટે વાપરવામાં આવેલા હીટરના ઉપયોગમાં સાવચેતી ન રાખવાથી આ અકસ્માત સર્જાયો હતો. ફાયર કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું હતું કે, આગ ઇલેક્ટ્રિક સ્પેસ હીટરમાં ખામીને કારણે લાગી હતી. આગ બ્રોન્ક્સ પ્રાણીસંગ્રહાલયની પશ્ચિમમાં 19 માળની ઇમારતમાં લાગી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેમાં ગૂંગળામણને કારણે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે, એપાર્ટમેન્ટનો ગેટ ખુલ્લો હતો, જેના કારણે તુરંત જ પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો.


ગૂંગળામણ અનુભવતા બારીનાં કાચ તોડી નાખ્યા

ગૂંગળામણ અનુભવતા બારીનાં કાચ તોડી નાખ્યા

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 200 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળનાં જવાનોએ ભારે જહેમત ઉઠાવીને એક યુવકને બચાવ્યો હતો. યુવકે કહ્યું કે, તે એટલો નર્વસ હતો કે દરેક વખતે ફાયર એલાર્મને બદલે ખોટા એલાર્મ વગાડતો હતો. નેગ્રોએ કહ્યું કે, ધુમાડાના કારણે તમામ પ્રયાસો છતાં કેટલાક લોકોને બચાવી શકાયા નથી. મોટાભાગનાં લોકોની શ્વસનતંત્રને ગંભીર અસર થઈ હતી. એપાર્ટમેન્ટમાં ફસાયેલા ઘણા લોકો ગૂંગળામણ અનુભવતા બારીનાં કાચ તોડી નાખ્યા હતા અને દરવાજા પર ભીના ટુવાલ લટકાવી દીધા હતા.


ઈમારતમાં ફસાયેલા લોકો મદદ માટે હાથ હલાવી રહ્યા હતા

અપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા લોકોનું કહેવું છે કે, આગથી ઘેરાયેલા લોકો મદદ માટે તેમના ફ્લોર પરથી હાથ મિલાવતા રહ્યા. તેઓ આગની જ્વાળાઓમાં ખરાબ રીતે લપેટાઈ ગયા હતા. મીડિયાના અહેવાલ અનુસાર, બિલ્ડિંગની નજીક રહેતા જ્યોર્જ કિંગે કહ્યું કે, 'હું અહીં 15 વર્ષથી છું અને મેં પહેલીવાર આવી ઘટના જોઈ છે. મેં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો. મોટી સંખ્યામાં લોકો મદદ માંગી રહ્યા હતા. લોકો બારીમાંથી હાથ હલાવી મદદ માંગી રહ્યા હતા.


આ ઘટનામાં 16 વર્ષ કે તેનાથી ઓછી વયના બાળકો મૃત્યુ પામ્યા હતા. માર્યા ગયેલા મોટાભાગનાં લોકો આફ્રિકન રાષ્ટ્ર ઝામ્બિયાનાં વતની છે અને મુસ્લિમ સમુદાયનાં છે. આ ઘટનામાં કુલ 60 લોકો પ્રભાવિત થયા છે. માર્યા ગયેલા મોટાભાગનાં લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. નેગ્રોએ કહ્યું કે, આ ઘટના ખૂબ જ ડરામણી છે. જોકે, રવિવારે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 200 બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્વરીત કામગીરી કરીને વધુમાં વધુ લોકોને બચાવી લેવાયા હતા.


ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે. આગની આ ઘટના આ શહેરને સતત પરેશાન કરતી રહેશે. આગમાં મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા હતા. 32 લોકોની હાલત ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે. આ આગને ન્યૂયોર્કમાં સૌથી ભયાનક અકસ્માતોમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top