Social Media Guidelines For Government Employees: આ રાજ્યમાં સોશિયલ મીડિયાના નવા નિયમ: સરકારની નિંદા નહીં કરી શકે કર્મચારી; નહિતર મળી શકે છે સજા
Maharashtra Issues New Social Media Guidelines For Government Employees: મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ રાજ્ય સરકાર અથવા દેશની કોઈપણ અન્ય સરકારની વર્તમાન કે ભૂતકાળની નીતિઓની ટીકા નહીં કરી શકે. સોમવારે (28 જુલાઈ) જાહેર કરાયેલા નવા સોશિયલ મીડિયા દિશા-નિર્દેશોમાં આ માહિતી આપવામાં આવી હતી. એક સરકારી ઠરાવ (GR)માં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓએ વ્યક્તિગત અને સત્તાવાર ઉપયોગ માટે સોશિયલ મીડિયા પર અલગ-અલગ એકાઉન્ટ રાખવા પડશે. તેમને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એપ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ ધોરણોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓ પર મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ આચરણ નિયમો 1979 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે. જો કોઈ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા રાજકીય ઘટના બાબતે સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણી કરે છે, તો તેની સામે કાર્યવાહી કરી શકાય છે. આવા કિસ્સાઓમાં, મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ (અનુશાસન અને અપીલ) નિયમો 1979 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ દરેક સરકારી કર્મચારી માટે બનાવવામાં આવ્યો છે. તેમાં કાર્યરત, કરાર આધારિત, સ્થાનિક સરકાર, સાર્વજનિક ક્ષેત્ર અને સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કોઈપણ પ્રતિબંધિત સાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ પર પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે.
સરકારી યોજનાઓની જાણકારી માત્ર અગાઉ સ્વીકૃત કરાયેલા કર્મચારીઓને જ સોશિયલ મીડિયા પર શેર કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારી યોજનાઓની સફળતા પર પોસ્ટ શેર કરી શકો છો, પરંતુ પોતાની પ્રશંસા ન કરો અથવા સ્વ-પ્રચાર ન કરવાની સલાહ આપવામાં આવે છે.
કોઈપણ મંજૂરી વિના સોશિયલ મીડિયા પર સરકારી દસ્તાવેજો અપલોડ કરવા પૂરી રીતે પ્રતિબંધિત છે.
જો કોઈ સરકારી કર્મચારીની બદલી કરવામાં આવે છે, તો આગામી નિમણૂકથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ શેર કરવું જરૂરી રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp