કેન્દ્રીય મંત્રી રિજિજૂ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જાણો શું છે આરોપ

કેન્દ્રીય મંત્રી રિજિજૂ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જાણો શું છે આરોપ

12/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય મંત્રી રિજિજૂ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જાણો શું છે આરોપ

Privilege Motion against Kiren Rijiju: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે ગુરુવારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ દાખલ કર્યો હતો. આ વિશેષાધિકાર પ્રસ્તાવ ઉપલા ગૃહમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલામાં લાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિશેષાધિકાર પ્રસ્તાવને 60 વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે અને આ વિપક્ષી સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.


સાગરિકા ઘોષે કિરેન રિજિજૂ પર આ આરોપો લગાવ્યા

સાગરિકા ઘોષે કિરેન રિજિજૂ પર આ આરોપો લગાવ્યા

TMC સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે, ગઈકાલે ગૃહમાં વિપક્ષને સંબોધિત કરતી વખતે કિરેન રિજિજૂએ કહ્યું કે તમે બધા આ ગૃહમાં રહેવા લાયક નથી. સંસદીય બાબતોના મંત્રીએ સંસદને સુચારૂ રીતે ચલાવવા પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ તેના બદલે તેઓ વારંવાર વિપક્ષનું અપમાન કરી રહ્યા છે. કિરેન રિજિજૂએ વિપક્ષી સભ્યોનું અપમાન કર્યું છે અને સંસદની અંદર અને બહાર વિપક્ષી સાંસદો વિરુદ્ધ વ્યક્તિગત શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ સંપૂર્ણપણે અયોગ્ય છે અને તેઓ પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે.


રિજિજૂએ બુધવારે વિપક્ષને ઘેર્યું હતું

રિજિજૂએ બુધવારે વિપક્ષને ઘેર્યું હતું

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી સાંસદે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેના જવાબમાં બુધવારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષી સાંસદો પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષના સાંસદો ગૃહમાં રહેવા માટે લાયક નથી. જો તમે ખુરશીનું સન્માન ન કરી શકો તો તમને આ ગૃહના સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી.' વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના 60 સાંસદોએ મંગળવારે ધનખડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. આ પ્રસ્તાવમાં, વિપક્ષે ધનખડને ઉપલા ગૃહના અધ્યક્ષ તરીકેની ભૂમિકામાં 'અત્યંત પક્ષપાતી' હોવાનો આરોપ મૂક્યો હતો.


વિશેષાધિકાર પ્રસ્તાવ શું છે?

વિશેષાધિકાર પ્રસ્તાવ શું છે?

સંસદના સભ્યોને વ્યક્તિગત અને સામૂહિક રીતે અમુક વિશેષાધિકારો આપવામાં આવે છે, જેથી તેઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી શકે. પરંતુ જો કોઈ સભ્ય આ વિશેષાધિકારો અથવા અધિકારોની અવગણના કરે છે અથવા તેનો દુરુપયોગ કરે છે, તો તે વિશેષાધિકારનો ભંગ માનવામાં આવે છે અને સંસદીય કાયદા હેઠળ સજાને પાત્ર છે. આ ઠરાવ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સભ્યોને લાગૂ પડે છે અને જો કોઈ સભ્યને લાગે કે અન્ય સભ્યએ તેનો ભંગ કર્યો છે, તો તેઓ આરોપી સભ્ય સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top