ચક્રધરપુરમાં હાવડા-મુંબઇ મેલના 18 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 2ના મોત, 20 ઇજાગ્રસ્ત

ચક્રધરપુરમાં હાવડા-મુંબઇ મેલના 18 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 2ના મોત, 20 ઇજાગ્રસ્ત

07/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

ચક્રધરપુરમાં હાવડા-મુંબઇ મેલના 18 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 2ના મોત, 20 ઇજાગ્રસ્ત

ઝારખંડના ચક્રધરપુર  રેલ મંડળના બરાબંબો રેલવે સ્ટેશન પાસે હાવડા મુંબઇ મેલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલના 18 કોચ ટ્રેક પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં 2 યાત્રીઓના મોત થઇ ગયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઘટનાસ્થળ પર રેલવે કર્મચારીઓ સાથે સાથે ARM અને CKPની ટીમ પહોંચી ગઇ છે જે ઇજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરી રહી છે. સાથે જ ટીમે 80 ટકા યાત્રીઓને ઘટનાસ્થળથી ચક્રધરપુર  રેલવે સ્ટેશન પહોંચાડી દીધા છે.


હાવડા-મુંબઇ મેલ એક્સપ્રેસના 18 કોચ ટ્રેક પરથી ઉતર્યા

હાવડા-મુંબઇ મેલ એક્સપ્રેસના 18 કોચ ટ્રેક પરથી ઉતર્યા

ઘટનાની પુષ્ટિ કરતાં એક અધિકારીએ કહ્યું કે 12810 હાવડા-CSMT એક્સપ્રેસ સવારે લગભગ 3:45 વાગ્યે ચક્રધરપુર ડિવિઝનના રાજખરસવાં વેસ્ટ આઉટ અને બારાબંબો વચ્ચે ચક્રધરપુર પાસે 18 કોચ ટ્રેક પરથી ઉતરવાની સૂચના મળી છે. અકસ્માતના 2 યાત્રીઓના મોત થઇ ગયા છે. SERએ કહ્યું કે, બરાબંબો પાસે હાવડા-મુંબઇ મેલ એક્સપ્રેસના 18 કોચ ટ્રેક પરથી ઉતરી ગયા, જેમાં 2 લોકોના મોત થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન અત્યારે ચાલી રહ્યું છે. NDRFની એક ટીમ ઘટનાસ્થળ પર બચાવ કાર્ય કરી રહી છે. પહેલા અધિકારીએ જણાવ્યું કે રેલ અકસ્માતમાં એક યાત્રીનું મોત થઇ ગયું છે. મૃતક મુંબઇ હાવડા મેલ અપલાઇનના B4 કોચમાં યાત્રા કરી રહ્યો હતો અને એક યાત્રી ફસાવાના સમાચાર છે અને તેને બહાર કાઢવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.


CM હેમંત સોરેને આપ્યા નિર્દેશ:

CM હેમંત સોરેને આપ્યા નિર્દેશ:

તો આ ઘટના પર સંજ્ઞાન લેતા મુખ્યમંત્રી હેમંત સોરેને સિંહભૂમ અને સરાયકેલા ખરસાવાં જિલ્લા અધિકારીને નિર્દેશ આપતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની સારવારની વ્યવસ્થા કરવા કહ્યું છે. સાથે જ તેમણે ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોને જરૂરિયાતની દરેક મદદ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરતાં સૂચના આપવાનો પણ નિર્દેશ આપ્યો. ચક્રધરપુર રેલ મંડળના સીનિયર DCM આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની જાણકારી બાદ ચક્રધરપુર રેલ મંડળના અધિકારી રીલિફ ટ્રેન અને જિલ્લા પ્રશાસન દ્વારા ઘટનાસ્થળ તરફ એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે. ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થવાની પણ જાણકારી મળી છે. સાથે જ પ્રશાસને બરાબંબો પાસે ટ્રેન નંબર 12810 ટ્રેક પરથી ઉતરવાને લઇને હેલ્પલાઇન નંબર 0651 27 87115 પણ જાહેર કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top