Trump Tariff: ટ્રમ્પે જાપાન, બાંગલાદેશ સહિત આ 14 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ

Trump Tariff: ટ્રમ્પે જાપાન, બાંગલાદેશ સહિત આ 14 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ

07/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

Trump Tariff: ટ્રમ્પે જાપાન, બાંગલાદેશ સહિત આ 14 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ

Trump Tariff: સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ઉઠાવતા દક્ષિણ કોરિયા, જાપાન, મ્યાંમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયાથી આયાત થતા ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી. ટ્રમ્પે પોતાના નિર્ણયને અમેરિકા અને આ દેશો વચ્ચેના વેપાર નુકસાનને ઘટાડવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું. જોકે, ટ્રમ્પે આ દેશોને ‘સ્વીકારે અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે ટેરિફ પત્રો જાહેર કર્યા છે. જેનો ઉદ્દેશ્ય વાટાઘાટોને ઝડપી બનાવવા અને ટેરિફ સિસ્ટમને આગળ વધારવાનો છે.

તેમણે ભાર મૂક્યો કે આ ટેરિફ દરો વેપાર નુકસાનને સંપૂર્ણપણે દૂર કરવા માટે જરૂરી દરો કરતા ખૂબ ઓછા છે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા આ દેશો સાથે વેપાર ચાલુ રાખવા માટે તૈયાર છે, જો કે તે વધુ નિષ્પક્ષ અને સંતુલિત હોય. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમે લાંબા સમયથી દક્ષિણ કોરિયા અને જાપાન સાથે નોંધપાત્ર વેપાર નુકસાનનો સામનો કરી રહ્યા છીએ. આ ટેરિફ આ અસંતુલનને સુધારવા માટેનું શરૂઆતી પગલું છે, જેથી અમેરિકન વ્યવસાયો અને શ્રમિકોને ઉચિત તકો મળી શકે.'

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ બોમ્બ ફોડતા બંને દેશોના ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ત્યારબાદ તેમણે શ્રેણીબદ્ધ એક બાદ એક પત્રો જાહેર કરીને 5 અન્ય દેશોના ઉત્પાદનો પર પણ ટેરિફની જાહેરાત કરી.


14 દેશો પર ટેરિફની જાહેરાત

14 દેશો પર ટેરિફની જાહેરાત

શરૂઆતમાં ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25% ટેરિફની જાહેરાત કરી. થોડા કલાકો બાદ તેમણે 5 અન્ય દેશો- મ્યાંમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયા પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ત્યારબાદ અમેરિકના રાષ્ટ્રપતિએ 5 વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખોને પત્રો જાહેર કરીને ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જેમાં ટ્યૂનીશિયા, ઇન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, કમ્બોડિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.

કયા દેશ પર કેટલો ટેરિફ

જાપાન: 25% ટેરિફ

દક્ષિણ કોરિયા: 25% ટેરિફ

મ્યાંમાર: 40% ટેરિફ

લાઓસ: 40% ટેરિફ

દક્ષિણ આફ્રિકા: 30% ટેરિફ

કઝાકિસ્તાન: 25% ટેરિફ

મલેશિયા: 25% ટેરિફ

ટ્યૂનીશિયા: 25% ટેરિફ

ઇન્ડોનેશિયા: 32% ટેરિફ

બોસ્નિયા: 30% ટેરિફ

બાંગ્લાદેશ: 35% ટેરિફ

સર્બિયા: 35% ટેરિફ

કમ્બોડિયા: 36% ટેરિફ

થાઇલેન્ડ: 36% ટેરિફ.


ટેરિફ વેપારને સંતુલિત કરશે

ટેરિફ વેપારને સંતુલિત કરશે

ટ્રમ્પે આ ટેરિફ લાગૂ કરવા પાછળ તર્ક આપતા કહ્યું કે આ પગલાં અમેરિકન અર્થતંત્રને મજબૂત કરવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'અમે હવે એવા દેશો સાથે વેપારમાં નુકસાન સહન કરી શકતા નથી જે અમારા બજારોનું શોષણ કરે છે. આ ટેરિફ ન માત્ર આપણા વેપારને સંતુલિત કરશે, પરંતુ અમેરિકન નોકરીઓને પણ સુરક્ષિત કરશે.'


અમેરિકન બજારોમાં ગભરાટ

અમેરિકન બજારોમાં ગભરાટ

તો, ટ્રમ્પ દ્વારા દક્ષિણ કોરિયા અને જાપાનથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ, અમેરિકન બજારમાં હલચલ મચી ગઈ છે. વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સમાચાર એજન્સી અનુસાર, ડાઉ જોન્સ 456.55 પોઈન્ટ (1.02 ટકા) ઘટીને 44,369.96 પર આવી ગયો, જ્યારે S&P 500 53.47 પોઈન્ટ (0.86 ટકા) ઘટીને 6,225.58 પર આવી ગયો. આ ઉપરાંત, નેસ્ડેક કમ્પોઝિટ 187.70 પોઈન્ટ (0.88 ટકા) ઘટીને 20,413.28 પર આવી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top