મજા માતમમાં ફેરવાઈ : સુરતના બારડોલીમાં તાપી નદીમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે તણાયા, એક લાપતા

મજા માતમમાં ફેરવાઈ : સુરતના બારડોલીમાં તાપી નદીમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે તણાયા, એક લાપતા

07/20/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મજા માતમમાં ફેરવાઈ : સુરતના બારડોલીમાં તાપી નદીમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે તણાયા, એક લાપતા

સુરત: સુરતના બારડોલી તાલુકાના (Bardoli) ગામ વાઘેચા ગામમાંથી પસાર થતી તાપી નદીનો (Tapi) કિનારો હરવા-ફરવાનું સ્થળ બની ગયો છે. પરંતુ નદીનો વધુ પ્રવાહ અને ઊંડાણના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત ઊંડા પાણીમાં માણસો ડૂબ્યાના બનાવો બન્યા છે. આજે સુરતના 6 યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા ત્યારે એકાએક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. જોકે, સ્થાનિકોએ 4 ને બચાવી લીધા હતા પરંતુ બે નદીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પર્વત પાટિયા વિસ્તારના છ યુવકો આજે વાઘેચા ફરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ તમામ નદીમાં નહાવા પડ્યા હતા. પરંતુ તેમને નદીના પ્રવાહ અને ઊંડાણ વિશે ખ્યાલ ન હતો. અહીં મોટા પથ્થરોનું પ્રમાણ વધુ હોવાના કારણે ન્હાવા પડેલો માણસ અચાનક ક્યારે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જાય તેની પોતાને પણ ખબર નથી પડતી. આ જ કારણે આ યુવકો પણ ડૂબવા માંડ્યા હતા.

પોતે ડૂબવા માંડ્યા છે તેમ ખબર પડતા યુવકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે સાંભળીને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સૂચકતા વાપરીને યુવકોને બચાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે, તેઓ માત્ર ચાર જ યુવકોને બચાવી શક્યા હતા. બાકીના બે યુવકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા યુવક પ્રવિણનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક યુવક પિયુષ ગેહલોત લાપતા છે, જેની તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તેનો પતો લાગ્યો નથી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top