ફાયરિંગ રેન્જમાં ચાર્જર વિસ્ફોટ, 2 સૈનિકોના મોત, એક ઇજાગ્રસ્ત
Two Soldiers Killed, One Injured During Training Exercise: રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં એક મોટો અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, બુધવારે બિકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં તાલીમ અભ્યાસ દરમિયાન ટેન્કમાં દારૂગોળો લોડ કરતી વખતે એક અકસ્માતમાં 2 સૈન્ય સૈનિકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં એક જવાન ઇજાગ્રસ્ત થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇજાગ્રસ્ત સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે, જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પાર્થિવ દેહને સુરતગઢ મિલિટ્રી સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મહાજન ફાયરિંગ રેન્જમાં 4 દિવસમાં આ બીજો મોટો અકસ્માત છે.
આ ઘટના વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિતાભ શર્માએ જણાવ્યું કે, જ્યારે સૈનિકો ટેન્કમાં દારૂગોળો ભરી રહ્યા હતા ત્યારે ચાર્જરમાં વિસ્ફોટ થઈ ગયો. આ ઘટનામાં 2 સૈનિકોના મોત થયા છે અને અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લુણકરણસર (બિકાનેર) ના CO નરેન્દ્ર કુમાર પુનિયાએ કહ્યું કે, '3 સૈનિક ટેન્ક સાથે અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચાર્જરમાં બ્લાસ્ટ થવાથી આશુતોષ મિશ્રા અને જિતેન્દ્ર નામના 2 જવાનોના મોત થયા હતા. આ દરમિયાન ઇજાગ્રસ્ત સૈનિકને હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે.
CO પૂનિયાના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પાર્થિવ દેહને સુરતગઢ મિલિટરી સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે, આશુતોષ મિશ્રા ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો રહેવાસી હતો જ્યારે જિતેન્દ્ર રાજસ્થાનના દૌસા જિલ્લાનો રહેવાસી હતો. તમને જણાવી દઈએ કે મહાજન ફાયરિંગ રેન્જમાં છેલ્લા 4 દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ અગાઉ રવિવારે ગનર ચંદ્ર પ્રકાશ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું. પટેલ તાલીમ દરમિયાન બંદૂકની બેટરીમાં ડિટેચમેન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા l હતા
તેઓ તોપને ટોઇંગ વાહન સાથે જોડી રહ્યા હતા ત્યારે કોઈક પ્રકારે તોપ પાછળ આવી જતા તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ફિલ્ડ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp