આ શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં? અજીત પવાર નારાજ, અને ઉદ્ધવ ઠાકરેએ CM ફડણવીસ સાથે કરી ઉચ્ચ સ

આ શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં? અજીત પવાર નારાજ, અને ઉદ્ધવ ઠાકરેએ CM ફડણવીસ સાથે કરી ઉચ્ચ સ્તરીય બેઠક

12/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આ શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં? અજીત પવાર નારાજ, અને ઉદ્ધવ ઠાકરેએ CM ફડણવીસ સાથે કરી ઉચ્ચ સ

Uddhav Thackeray Meet Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં અત્યારે પણ રીસામણી-મનામણીનો ખેલ ચાલી રહ્યો છે. એકનાથ શિંદે પહેલાથી જ નારાજ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ નારાજ થઈ ગયા છે. તેઓ વિધાનસભામાં પણ જતા નથી.

આ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. બંને વચ્ચેની મુલાકાત માત્ર 5 થી 10 મિનિટની હતી, પરંતુ ઘણા વર્ષો બાદ થયેલી આ મુલાકાતે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું વર્ષોથી ગાઢ મિત્ર રહેલા ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવશે?

ઉદ્ધવ ઠાકરે બેઠક બાદ બહાર આવ્યા ત્યારે તેમણે વાતચીતની વિગતો પણ આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું મહારાષ્ટ્રમાં સભ્ય રાજનીતિની આશા રાખું છું. ખેર, અમે ચૂંટણી જીત્યા નથી, તેઓ જીતી ગયા અને તેમની સરકાર બની ગઇ. એટલે અપેક્ષા છે કે આ સરકાર મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેશે, લોકોના હિતમાં નિર્ણય લેશે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ પણ સ્પષ્ટ કહ્યું કે ચૂંટણીના પરિણામો હજુ પણ અમારી સમજથી બહાર છે. અમે જનતાના માધ્યમથી EVM વિરુદ્ધ અમારો અવાજ ઉઠાવતા રહ્યા છીએ.


હેતુ શું છે

હેતુ શું છે

નાગપુરમાં ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઈ. ત્યારબાદ ઉદ્ધવ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પણ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્રમાં, કોઈપણ પક્ષને વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે પૂરતી બેઠકો મળી નથી. ઉદ્ધવની પાર્ટી ઈચ્છે છે કે તેમને આ પદ મળે. આ હેતુસર તેઓ ફડણવીસ અને નાર્વેકરને મળ્યા હતા. જોકે, ઉદ્ધવ ઠાકરેની રાહુલ નાર્વેકર અને દેવેન્દ્ર ફડણવીસ સાથેની એકએકા મુલાકાત બાદ ચર્ચાનું બજાર ગરમાયું છે.


5 વર્ષમાં પ્રથમ વખત બેઠક

5 વર્ષમાં પ્રથમ વખત બેઠક

વર્ષ 2019થી ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દૂરીઓ આવી ગઇ હતી. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવી. ત્યારબાદ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને છોડીને ભાજપ સાથે હાથ મળાવ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દૌર ચાલી રહ્યો હતો. પરંતુ 2024માં પરિસ્થિતિ બદલાઈ ગઈ. મહાયુતિની શાનદાર જીત બાદ પહેલીવાર ઉદ્ધવ અને ફડણવીસ એક ફ્રેમમાં જોવા મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top