વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી ઉદ્ધવ ઠાકરે નારાજ, પાર્ટીએ લીધો મોટો નિર્ણય

વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી ઉદ્ધવ ઠાકરે નારાજ, પાર્ટીએ લીધો મોટો નિર્ણય

03/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી ઉદ્ધવ ઠાકરે નારાજ, પાર્ટીએ લીધો મોટો નિર્ણય

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે આપેલા નિવેદનથી તેમના સાથીઓ પણ નારાજ છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમજ ઠાકરે જૂથના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ખડગેએ સોમવારે (27 માર્ચ) સાંજે તેમના ઘરે તમામ વિરોધ પક્ષોના સાંસદો માટે ડિનર રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પુષ્ટિ કરી છે કે વીર સાવરકરના અપમાનના મુદ્દે તેમની પાર્ટીના કોઈપણ નેતા ડિનરમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે (25 માર્ચ) પીસી દરમિયાન કહ્યું હતું કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી માંગતા નથી.

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ સહિત અનેક પાર્ટીઓએ તેમનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ આ નિવેદનથી નારાજ છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન સહન નહીં કરે. 14 વર્ષ સુધી તેને જેલમાં અકલ્પનીય યાતનાઓનો સામનો કરવો પડ્યો.

તેમણે કહ્યું કે ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન લોકશાહીને બચાવવા માટે કરવામાં આવ્યું છે અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ જો આમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

બીજી તરફ સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ, પરંતુ વીર સાવરકર અમારી પ્રેરણા છે. સોમવારે બીજેપી-શિવસેનાના સાંસદોએ પણ વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન સામે સંસદમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top