કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ અલ્લાહબાદ હાઈકોર્ટના નિર્ણય પર આપી પ્રતિક્રિયા
Annapurna Devi: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ મહિલાઓ પર બળાત્કાર અંગે અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ન્યાયાધીશની આ ટિપ્પણીની નિંદા કરી છે અને તેને ખોટી ગણાવી છે. કેન્દ્રીય મંત્રીએ સુપ્રીમ કોર્ટને આ બાબતે ધ્યાન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આવા નિર્ણયથી સમાજમાં ખોટો સંદેશ જશે.
બળાત્કારના કેસમાં ચૂકાદો આપતા, હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ કહ્યું હતું કે, 'સ્ત્રીના સ્તનને પકડવા અને તેના પાયજામાના નાડાને તોડી નાખવા બળાત્કારના પ્રયાસ હેઠળ ગુનો માનવામાં નહીં આવે.'
કેન્દ્રીય મંત્રી ઉપરાંત અન્ય મહિલા નેતાઓએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટ પાસેથી હસ્તક્ષેપની માગ કરી હતી. TMC સાંસદ જૂન માલિયાએ કહ્યું હતું કે, તે ઘૃણાસ્પદ છે કે દેશમાં મહિલાઓ પ્રત્યે અવજ્ઞા કરવામાં આવી રહી છે, જેને આપણે ખતમ કરવી પડશે.
દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને AAP સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂકાદામાં કરવામાં આવેલી ટિપ્પણીઓથી હું ખૂબ જ સ્તબ્ધ છું. આ ખૂબ જ શરમજનક પરિસ્થિતિ છે. એ લોકો દ્વારા કરવામાં આવેલ કૃત્ય બળાત્કારની શ્રેણીમાં કેમ નથી આવતું? મને આ નિર્ણય પાછળનો તર્ક સમજાતો નથી. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.
આ ઘટના 10 નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના પટિયાલી વિસ્તારમાં બની હતી. એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તે તેની 14 વર્ષની પુત્રી સાથે ક્યાંક જઈ રહી છે. રસ્તામાં પવન, આકાશ અને અશોક નામના 3 યુવાનો તેની પુત્રીને ઘરે છોડવાના બહાને બાઇક પર બેસાડીને લઈ ગયા. FIRમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ રસ્તામાં એક પુલ પાસે કાર રોકીને તેની પુત્રીના સ્તનો પકડી લીધા અને તેના પાયજામાનું નાડું તોડી નાખ્યું.
ત્યારબાદ, ખોટા ઇરાદાથી, તેમણે તેને નાળા નીચે ખેંચીને લઇ જવા લાગ્યા. દીકરીએ ચીસો પાડ્યા બાદ લોકો ત્યાં આવી ગયા, ત્યારબાદ આરોપી તેને છોડીને ભાગી ગયા. આ કેસમાં, આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376 અને POCSO એક્ટની કલમ 18, એટલે કે ગુનો કરવાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જિલ્લા કોર્ટે આ કલમો હેઠળ આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યા હતા, જેની સામે આરોપીઓએ અલ્લાહબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp