Video: VNSGUની બોય્જ હૉસ્ટેલમાં હોબાળો, 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા; જાણો શું છે આખ

Video: VNSGUની બોય્જ હૉસ્ટેલમાં હોબાળો, 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા; જાણો શું છે આખો મામલો

10/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Video: VNSGUની બોય્જ હૉસ્ટેલમાં હોબાળો, 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા; જાણો શું છે આખ

વડોદરાની MS યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ મામલે સરકારે હૉસ્ટેલમાં તકેદારી રાખવા માટે સૂચના આપી હતી. તેમ છતા સુરતની સમરસ હૉસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રુમોમાં સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે. આ અંગે પ્રશાસન દ્વારા રીપેર કરાવવાની પણ તસ્દી લીધી નથી. તો હવે  સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હૉસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાનો મામલો સામે આવ્યો છે.


વિદ્યાર્થીઓએ રાત્રે લગભગ 9:00 વાગ્યાથી મધરાત સુધી ધરણા પ્રદર્શન કર્યું

વિદ્યાર્થીઓએ રાત્રે લગભગ 9:00 વાગ્યાથી મધરાત સુધી ધરણા પ્રદર્શન કર્યું

ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હોબાળો મચાવ્યો હતો. ભોજનની ગુણવત્તાને લઈને ઘણી વખત રજૂઆત છતા કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાઈ ગયા હતા અને ધરણાં પર બેસવા મજબૂર થવું પડ્યું હતું. આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું.

બોય્જ હૉસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ભોજનની ખરાબ ગુણવત્તા અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા કંટાળેલા વિદ્યાર્થીઓએ મધરાત્રે હોબાળો મચાવ્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. આ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે લગભગ 9:00 વાગ્યાથી મધરાત સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હૉસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી દીધી કે, જો આગામી 7 દિવસમાં સમસ્યાઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આવવામાં મોડું થતા સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઘર્ષણ થયું હતું.


પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હૉસ્ટેલના વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી ઘટનાસ્થળ પર દોડી આવ્યા

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હૉસ્ટેલના વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી ઘટનાસ્થળ પર દોડી આવ્યા

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હૉસ્ટેલના વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી દીધી કે, જો આગામી 7 દિવસમાં સમસ્યાઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આવવામાં મોડું થતા સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઘર્ષણ થયું હતું.

સમરસ હૉસ્ટેલના પહેલા માળે કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. જેમાં 2 ટોઈલેટ-બાથરુમની વ્યવસ્થા છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરુમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવાયું છે. જેને લઈને 150 વિદ્યાર્થીઓ એક જ ટોઈલેટ-બાથરુમનો ઉપયોગ કરવા મજબૂર થયા છે. આ સિવાય દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર, અને ગાદલા આપવાનો નિયમ હોવા છતા એક પણ વિદ્યાર્થીને આ વસ્તુઓ આપવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ જૂની જ વસ્તુઓ ઉપયોગ કરવા મજબૂર થયા છે. હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓની આ સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top