સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો એટેક

સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો એટેક

11/09/2023 World

SidhiKhabar

SidhiKhabar

સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો એટેક

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.


હુમલામાં 9 લોકોના મોત થયા

હુમલામાં 9 લોકોના મોત થયા

 ઈઝરાયલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોત થયા છે.અમારા સૈનિકોની રક્ષા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નથી

આ માહિતી અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આપી છે. તેમણે કહ્યું કે અમેરિકી જવાનો સામેના હુમલાના જવાબમાં અમેરિકી યુદ્ધ જહાજોએ પૂર્વી સીરિયામાં ઈરાન સાથે જોડાયેલ હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો.આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરશે.


અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

અગાઉ 26 ઓક્ટોબરના રોજ યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.  આ સાથે જ અમેરિકાએ માહિતી આપી હતી કે ઈરાન સમર્થિત જૂથ દ્વારા 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top