સુરતના હેડ કોન્સ્ટેબલ લાખોની નકલી ચલણી નોટો અને સરકારી પિસ્તોલ સાથે ઝડપાયા! જાણો
નવસારીની વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. વાંસદા પોલીસે હેડ કોન્સ્ટેબલને 15 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોને ઝડપી પાડયા છે. હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.
મહત્વનું છે કે પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે કારમાંથી 15 લાખ રૂપિયાની બનાવટી નોટ મળી આવી હતી. આ મુદ્દે કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. હાલ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ નવસારી SOGને સોંપવામાં આવી છે.
ભેસ્તાના સિદ્ધાર્થનગર ખાતે રવિવારે સાંજે મકાન ખાલી કરવાના મુદ્દે થયેલી જુની અદાવતમાં એક વ્યક્તિએ અસિડ પ્રોઢ પર છાંટયુ હતુ. જેથી એસિડ તેના મિત્ર ઉપર ઉડતા દાઝી ગયો હતો. જોકે એસિડ અટેંકની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. એસિડથી દાઝી ગયેલા બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસ અને સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભેસ્તાન ખાતે સિદ્ધાર્થનગરમાં રહેતા ૫૪ વર્ષીય કેદાર દંડાસી ગૌડ, તેના મિત્ર પ્રકાશ અને ગોવિંદ સાથે રવિવારે સાંજે પાંડેસરામાં મીલમાં નોકરી કરીને પગપાળા ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ભેસ્તાનમાં સિદ્ધાર્થનગર ચોકડી ગુરૃકૃપા સોસાયટી પાસે અજાણયા વ્યકિતએ કેદાર ઉપર એસિડ છંટયુ હતુ. જેથી એસિડ નજીકમાં તેના મિત્ર ગોવિંદ પર પણ ઉડયુ હતુ. જેથી બંને દાઝી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે કેદારની થોડા દિવસ પહેલા પન્નુ ગોડ સાથે રૃમ ખાલી કરવા બાબતે ઝધડો થયો હતો. આ ઝધડાની અદાવમાં પન્નુએ તેના પરિચિત વ્યકિતને કેદાર પર એસિડ અટેક કરવા કહ્યુ હતું. તે સમયે તેના મિત્ર ગોવિંદ પર એસિડ ઉડયુ હતુ. આ અંગે પાંડેસરા પોલીસે એસિડ એટેક કરનારની અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp