Vasant Paresh Passes Away: હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન

Vasant Paresh Passes Away: હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન

12/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Vasant Paresh Passes Away: હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન
Comedian Vasant Paresh Passes Away: જામનગરના વતની અને ગુજરાતના સુપ્રસિદ્વ હાસ્ય કલાકાર અને કવિ વસંત પરેશ ઉર્ફ 'બંધુ'નું 70 વર્ષની વયે નિધન થયું છે. તેમનું આખુ નામ વસંત પરેશ ખેતસીભાઈ હતું. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે. નોંધનીય છે કે, વસંત પરેશના ગુજરાત નહીં, પરંતુ દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ હતો.

ડૉ. જગદીશ ત્રિવેદીએ આપી માહિતી

ડૉ. જગદીશ ત્રિવેદીએ આપી માહિતી

મળતી માહિતી મુજબ આજે સાંજે 4.30 વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે. 'વસંતનું સટર ડાઉન', 'ચૂંટણી જંગ', 'મારી અર્ધાંગિની' અને 'પોપટની ટિકિટ ન હોય' સહિત અનેક હાસ્યના શૉ હિટ રહ્યા. વસંત પરેશના નિધનના દુઃખદ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને આપ્યા આપી છે.

તેમણે લખ્યું કે, 'હાસ્યકલાકાર વસંત પરેશ “બંધુ” હવે આપણી વચ્ચે નથી. મારા કલાગુરૂ શાહબુદીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્યરસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ “બંધુ” હતા. 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્યક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ “બંધુ"નો સુરજ મધ્યાહ્ને તપતો હતો.'

તેમણે વધુમા લખ્યું કે, 'મુંબઈ દર અઠવાડિયે એમનાં કાર્યક્રમો થતાં હતા. એ વખતે. એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા. એક કાર્યક્રમનાં મને ૧૫૦૦ રુપિયા મળતાં એ પણ એ જમાનામાં ઘણાં લાગતા હતા. વસંત પરેશની નાખણી એટલે કે કોઈપણ વાતને લડાવીને રજું કરાવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધું સારી હતી. શાયરી એ જાતે લખતા અને એમનાં બેઈઝવાળા અવાજથી એ રજૂ કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top