વિસાવદર પેટાચૂંટણી અપડેટ: ગોપાલ અને BJP વચ્ચે ભયંકર રસાકસી; જાણો કોણ આગળ-કોણ પાછળ

વિસાવદર પેટાચૂંટણી અપડેટ: ગોપાલ અને BJP વચ્ચે ભયંકર રસાકસી; જાણો કોણ આગળ-કોણ પાછળ

06/23/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિસાવદર પેટાચૂંટણી અપડેટ: ગોપાલ અને BJP વચ્ચે ભયંકર રસાકસી; જાણો કોણ આગળ-કોણ પાછળ

Gujarat By Election Result: ગુજરાતમાં 19 તારીખે કડી અને વિસાવદની વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી થઈ હતી, જેનું પરિણામ આજે આવી રહ્યું છે. અત્યારે બંને બેઠકો પર આવી રહેલા પરિણામોના અપડેટની વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જ્યારે કડી સીટ પર ભાજપ એકતરફી જીત તરફ આગળ વધી રહી છે.


વિસાવદર અને કડી સીટ પર કોણ આગળ અને પાછળ:

વિસાવદર અને કડી સીટ પર કોણ આગળ અને પાછળ:

વિસાવદર વિધાનસભાની બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામની વાત કરીએ તો 10મા રાઉન્ડ બાદ AAP નેતા ગોપાલ ઇટાલિયા 4181 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર બીજા નંબર પર છે, તો કોંગ્રેસના ઉમેદવાર નિતિન રણપરિયા ત્રીજા નંબર પર છે. જ્યારે કડી વિધાનસભા પર થયેલી પેટાચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રાજુભાઇ 13195 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબર પર અને AAPના ઉમેદવાર ત્રીજા નંબર પર છે.


કેમ થઈ પેટાચૂંટણી:

કેમ થઈ પેટાચૂંટણી:

કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ 2 અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા, જેના કારણે વિસાવદર બેઠક ખાલી પડી ગઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતા આ બેઠક પર પેટા ચૂંટણી થઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top