Anti Trump Protests In America:: ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તા પર

Anti Trump Protests In America: ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તા પર લાગ્યા ‘No War on Iran’ના નારા, જુઓ વીડિયો

06/23/2025 World

SidhiKhabar

SidhiKhabar

Anti Trump Protests In America:: ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તા પર

Protests Against the U.S. Attack in Iran: ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકન સેનાના હુમલા બાદ ટ્રમ્પ વિરુદ્ધ સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ઈરાન પર ટ્રમ્પની કાર્યવાહીને લઈને દુનિયા 2 જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક દેશોએ આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે, જ્યારે કેટલાક દેશોએ આ કાર્યવાહીની નિંદા કરી છે. અમેરિકામાં પણ બે જૂથો છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ હવે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શનની શક્યતાને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે.


ક્યાં-ક્યાં થઈ રહ્યા છે ટ્રમ્પ વિરુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન?

ક્યાં-ક્યાં થઈ રહ્યા છે ટ્રમ્પ વિરુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન?

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસની બહાર અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં એકઠી થયેલી ભીડ 'નો વાર ઓન ઈરાન'ના નારા લગાવી રહી છે. અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ 50501 આંદોલન શરૂ થઈ ગયું છે, જેનો અર્થ છે કે અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ 50 વિરોધ પ્રદર્શન યોજાવાના છે. વિરોધ પ્રદર્શન માટે વર્કરોને એકત્ર કરવામાં આવી રહ્યા રહ્યા છે. દેશભરના ઘણા શહેરો અને રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના છે.


આ રાજ્યો અને શહેરોમાં થશે પ્રદર્શન

આ રાજ્યો અને શહેરોમાં થશે પ્રદર્શન

એશેવિલે, ઉત્તર કેરોલિના

બાલ્ટીમોર

સિનસિનાટી, ઓહિયો

કોલંબસ, ઓહાયો

લોસ એન્જલસ

લુઇસવિલે, કેન્ટકી

માન્ચેસ્ટર, ન્યૂ હેમ્પશાયર

મિલવૌકી

ન્યૂયોર્ક સિટી

પ્રોવિડન્સ, રોડ આઇલેન્ડ

રિચમંડ, વર્જિનિયા

સાન માર્કો, ટેક્સાસ

સિએટલ

સ્પ્રિંગફીલ્ડ, મિસૌરી

વોશિંગ્ટન DC.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top