વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ વેક્સિનવોરમાં નાના પાટેકર અને અનુપમ ખેર જેવા કલાકારો હોવા છતાં બોક્સઓફિસ પર નબળો પ્રતિસાદ
વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ધ વેક્સીન વોર ૨૮ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. પરંતુ આ ફિલ્મની પહેલા દિવસની કમાણી ફક્ત રૂપિયા ૨ કરોડ જ થઇ છે. હવે સપ્તાહના અંત પર લોકોની નજર છે. આ ફિલ્મને ફુકરે ટુ અને ચંદ્રમુખી ટુને ટક્કર આપવી પડી રહી છે. જો કલેકશન આમ જ ચાલશે તો પછી ફિલ્મસર્જકને મોટી ખોટ જાય તેવી પૂરી શક્યતા છે.
નાના પાટેકર અભિનિત આ ફિલ્મમાં વેક્સિન વોરે પ્રથમ દિવસે ફક્ત ૧ થી ૨ કરોડ રૂપિયાનું જ કલેકશન કર્યું છે, જે આશા કરતાં ઘણું ઓછું છે. જો વીકએન્ડમાં કલેકશનમાં વધારો નહીં થાય તો ફિલ્મસર્જકને ભારી નુકસાન ઉઠાવવું પડશે. આ ફિલ્મને ફુકરે ટુ અને ચંદ્રમુખી ટુને ટક્કર આપવી પડી રહી છે.
વેક્સિન વોર ફિલ્મમાં નાના પાટેકર અને અનુપમ ખેર જેવા માંધાતા કલાકારો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જોર પકડી શકી નથી. ફિલ્મની વાર્તા કોરોનાકાળ દરમિયાનની છે. જેમાં વૈજ્ઞાાનિકોના એંગલને લેવામાં આવ્યો છે. આ દરમિયાન લોકો કોરોનાની વેક્સિનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાાનિકો આ રસી બનાવવામાં કેટલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને કઇ રીતે સફળ રહ્યા તે દર્શાવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp