આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી પણ યોજાશે. મજબૂત મુર્મુ સામે યશવંત સિંહાએ છેલો દાવ અજમાવતા શું કહ્યું

આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી પણ યોજાશે. મજબૂત મુર્મુ સામે યશવંત સિંહાએ છેલો દાવ અજમાવતા શું કહ્યું, જાણો

07/18/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી પણ યોજાશે. મજબૂત મુર્મુ સામે યશવંત સિંહાએ છેલો દાવ અજમાવતા શું કહ્યું

President Election 2022 : આજે દેશના 15 મા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષના વડપણ હેઠળના મોરચા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દ્વારા આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. એ સામે વિપક્ષોએ પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાને (Yashwant Sinha) ઉભા રાખ્યા છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો આ ચૂંટણીમાં મુર્મુની જીત નિશ્ચિત મનાય છે.  પરંતુ યશવંત સિન્હા પણ અંતિમ ઘડી સુધી લડી લેવાના મૂડમાં છે. છેલ્લી ઘડીનો દાવ રમતા હોય એ રીતે એમણે આજે એક સંદેશ વહેતો કર્યો હતો. એવું મનાય છે કે ભાજપના અસંતુષ્ટોને ઉદ્દેશીને સિંહાએ આવું કહ્યું હતું. સિંહાના મેસેજ વિષે વાત કર્તા પહેલા આંકડાઓ વિષે જાણી લઈએ.


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોના કેટલા મત ગણાશે?

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોના કેટલા મત ગણાશે?

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ ભવન અને વિવિધ રાજ્યોની વિધાનસભા ખાતે આજે મતદાન થશે, જેના માટે મતપેટીઓ પહોંચી ચૂકી છે. 21 જુલાઈએ મતોની ગણતરી થશે અને 25 જુલાઈએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે.

આ ચૂંટણીમાં કુલ મતોની સંખ્યા 10,86,431 છે. આ પૈકી મુર્મુને NDA ગઠબંધનનું સમર્થન હોવાથી 6.67 લાખથી વધુ મત મળી શકે એમ છે. અલગ-અલગ રાજ્યોમાં ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 છે, એટલે કે તેમની કુલ કિંમત 83,824 છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ વિધાનસભા અસ્તિત્વમાં ના હોવાથી સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 થી ઘટીને 700 થઈ ગયું છે. તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના મતની કિંમત 176 છે. આ પછી મહારાષ્ટ્રમાં 175, બિહારમાં 173 અને આંધ્રપ્રદેશમાં 159 મત મૂલ્ય છે. નાના રાજ્યોમાં સિક્કિમના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય સાત છે. આ પછી અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં આઠ-આઠ, નાગાલેન્ડમાં નવ, મેઘાલય 17, મણિપુર 18 અને ગોવામાં 20 મત છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ધારાસભ્યના મતનું મૂલ્ય 16 છે.


ભાજપે રાષ્ટ્રપતિપદ માટે એક આદિવાસી મહિલાને ઉમેદવાર બનાવીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કેમકે આદિવાસી ઉમેદવારને અવગણવાનું NDA સિવાયના પક્ષોને પરવડે એમ નથી. આથી NDAના સાથી પક્ષો સિવાયના પણ કેટલાક પક્ષો મુર્મુને મત આપશે. જેમાં મુખ્યત્વે બીજુ જનતા દળ (બીજેડી), વાયએસઆર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે), જનતા દળ (સેક્યુલર), તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), શિરોમણી અકાલી દળ (એસએડી), સાથે શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) જેવા પ્રાદેશિક પક્ષોનું સમર્થન પ્રાપ્ત થયુ છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચી શકે છે અને તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા બની શકે છે.


યશવંતસિંહાએ છેલ્લો દાવ રમી લીધો

યશવંતસિંહાએ છેલ્લો દાવ રમી લીધો

મુર્મુની જીત લગભગ નક્કી જણાય છે. પરંતુ કોંગ્રેસ સાથે જોડાયેલા એક જૂના જોગીએ SidhiKhabar.com સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાનની ગોપનીયતા જાળવી રાખવામાં આવે છે. આથી કોણે ક્યા ઉમેદવારને મત આપ્યો, એ જાણી શકાતું નથી. અ સંજોગોમાં ભાજપમાં રહેલા કેટલાક અસંતુષ્ટો પક્ષની વિરુદ્ધ જઈને પોતાના જુના સાથી એવા યશવંતસિંહાને મત આપશે.

નોંધનીય છે કે યશવંત સિંહા પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભકાલથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. દાયકાઓ સુધી પક્ષમાં રહ્યા બાદ તેઓ વાજપેયી સરકારમાં દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ 2014 પછીના ‘મોદીયુગ’માં બીજા અનેક જુના જોગીઓની સાથે યશવંત સિંહા પણ કોરાણે મૂકાઈ ગયા હતા. એ અપ્છી નારાજ સિંહાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો, પરંતુ ભાજપના બીજા નેતાઓ સાથે સિંહા આજે પણ સંપર્કમાં હોય, એ શક્યતા નકારી ન શકાય.


આવા સંજોગોમાં  યશવંત સિન્હાએ શનિવારે તમામ ધારાસભ્યો અને સાંસદોને તેમના અંતરાત્મા પર મત આપવા અપીલ કરી અને ફરી એકવાર કહ્યું કે આ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. સિંહાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે બંધારણમાં એવી જોગવાઈ છે કે મતદાન ગોપનીય રહેશે અને કોઈ પક્ષનો વ્હીપ લાગુ થશે નહીં, જેનો અર્થ છે કે ધારાસભ્યો અને સાંસદો પોતે જ નક્કી કરી શકે છે કે તેઓ કોની તરફેણમાં મતદાન કરવા માગે છે. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સંજોગોમાં યોજાઈ રહી છે. દેશ સમક્ષ અનેક મોરચે અનેક પ્રકારની સમસ્યાઓ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા બંધારણને કેવી રીતે બચાવવું. તેમણે ભાજપના ધારાસભ્યો અને સસંદસભ્યોને મત આપવા અપીલ કરતા કહ્યુ હતુ કે તેઓ એક સમયે તેમના પક્ષમાં જ હતા!”

સિંહાની આ અપીલ ભાજપના એમના જુના સાથીઓને કેટલી અસર કરે છે, એ તો 21મીએ મતગણતરી થયા બાદ જ ખબર પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top