Video: ચીનમાં ક્રિકેટ રમવાને લઈને લક્ષ્મણે આપી પ્રતિક્રિયા, બોલ્યા- અમે ક્યારેય વિચાર્યું નહોતુ

Video: ચીનમાં ક્રિકેટ રમવાને લઈને લક્ષ્મણે આપી પ્રતિક્રિયા, બોલ્યા- અમે ક્યારેય વિચાર્યું નહોતું કે...

10/03/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: ચીનમાં ક્રિકેટ રમવાને લઈને લક્ષ્મણે આપી પ્રતિક્રિયા, બોલ્યા- અમે ક્યારેય વિચાર્યું નહોતુ

ચીનના હાંગઝાઓ શહેરમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારત તરફથી અલગ-અલગ રમતમાં સારી એવી હિસ્સેદારી જોવા મળી રહી છે. જો કે, 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી પુરુષ ક્રિકેટ પ્રતિયોગીતામાં અત્યાર સુધી ભારતના ખેલાડીઓને જલવો દેખાડવાનો મળ્યો નથી, પરંતુ ફેન્સનો ઇંતજાર હવે ખતમ થઇ ગયો છે. આજે ભારતીય ટીમ પહેલી ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે 23 રને જીત મેળવી લીધી. મેચ અગાઉ ટીમના કોચ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ પ્રતિક્રિયા આપી હતી, સાથે જ બધા ખેલાડીઓ માટે તેને એક શાનદાર અવસર પણ બતાવ્યો.


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કર્યું શાનદાર પ્રદર્શન:

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કર્યું શાનદાર પ્રદર્શન:

ચીનમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. કેટલીક પ્રતિયોગીતાઓ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે કેટલાક ખાસ વર્ગમાં શરૂઆત થશે. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલ મેચમાં શ્રીલંકન મહિલા ક્રિકેટ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. કંઈક એવું જ પુરુષ ટીમનું પણ થશે. ભારતીય ટીમે પોતાના સફરની શરૂઆત સીધી ક્વાર્ટર ફાઇનલથી કરવાની છે અને તેના માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં એક યુવા ટીમ આવી છે, જેની કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણ પાસે છે.


વીવીએસ લક્ષ્મણે શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા લક્ષ્મણે ચીનમાં ક્રિકેટના અનુભવને અલગ બતાવ્યો. તેમણે કહ્યું કે, ‘હા ખૂબ અલગ છે. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે, ચીનમાં આવીને ક્રિકેટ રમીશું. એશિયન ગેમ્સમાં ભાગ લેવું આ બધા ખેલાડીઓ માટે એક મોટો અવસર અને ખૂબ ગર્વની વાત છે. હું વાસ્તવમાં આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યો છું.’


એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ:

એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ:

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિન્કુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, શાહબાજ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), આકાશ દીપ.


રિઝર્વ ખેલાડી:

યશ ઠાકુર, સાઈ કિશોર, વેંકટેશ ઐય્યર, દીપક હૂડા, સાઈ સુદર્શન.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top