જાણિતી એમ્બેસેડર કાર બનાવનાર કંપની હવે બનાવશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર !

જાણિતી એમ્બેસેડર કાર બનાવનાર કંપની હવે બનાવશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર !

07/04/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

જાણિતી એમ્બેસેડર કાર બનાવનાર કંપની હવે બનાવશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર !

થોડા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોમાં (Electric vehicles) ઉછાળો આવ્યો છે. ટુ વ્હીલર (Two wheeler) ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ વધી રહ્યું છે. ઘણા લોકો તેને ખરીદવાનું વિચારી રહ્યા છે. તેને જોતાં બજારમાં ઘણી નવી વિનિર્માતા કંપનીઓ આવી છે, ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે. એટલું જ નહી હવે પોતાના જમાનાની જાણિતી ગાડી એમ્બેસેડરની વિનિર્માત કંપની હિંદુસ્તાન મોટર્સ પણ આગામી વર્ષે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક યૂરોપીય ભાગીદાર સાથે સંયુક્ત ઉદ્યમમાં ઇલેક્ટ્રિ ટુ વ્હીલર વાહનને બજારમાં ઉતારવાની વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે કંપની આગામી સમયમાં ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પણ બનાવી શકે છે. 


હિંદુસ્તાન મોટર્સના નિર્દેશક ઉત્તમ બોસના અનુસાર બંને કંપનીઓની નાણાકીય તપાસ જુલાઇમાં શરૂ થશે. જેમાં બે મહિના લાગશે. ત્યારબાદ સંયુક્ત સાહસના ટેક્નોલોજી પાસાઓ પર વિચાર કરવામાં આવશે. તેમાં વધુ એક મહિનો લાગશે. તેમણે કહ્યું કે 'ત્યારબાદ જ રોકાણના માળખા વિશે નિર્ણય લેવામાં આવશે અને નવી કંપનીની રચના કરવામાં આવશે. આ કવાયત 15 ફેબ્રુઆરી સુધી પુરી થવાની આશા છે. 


બોસે કહ્યું કે નવા એકમની રચના બાદ પ્રોજેક્ટના પાયલોટ ટેસ્ટને શરૂ કરવા માટે બે-ત્રણ મહિનાની જરૂર પડશે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે અંતિમ ઉત્પાદ આગામી નાણાકીય વર્ષના અંત સુધી રજૂ કરવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ''ટુ વ્હીલર પ્રોજેક્ટ પુરો થયાના બે વર્ષ બાદ, ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના નિર્માણ વિશે નિર્ણય લેવામાં આવશે. 


એક સમય હતો જ્યારે હિંદુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારનો પોતાનો જલવો હતો. તાકતવર અને જાણિતા લોકો એમ્બેસેડર કરા જ ચલાવતા હતા પરંતુ વર્ષ 2014 માં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે લગભગ 8 વર્ષ બાદ હિંદુસ્તાન મોટર્સ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. આ પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં લાવે છે તો લોકોની તેના સાથે જોડાયેલી યાદો ફરી એકવાર તાજા થઇ જશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top