અતુલ સુભાષ આત્મહત્યા કેસના આરોપી કેવી રીતે પોલીસના હાથે ઝડપાયા? ધરપકડની કહાની ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી!
Atul Subash Suicide Case: AI એન્જિનિયર અતુલ સુભાષે બેંગ્લોરમાં આત્મહત્યા કરી લીધી હતી. બિહારના સમસ્તીપુરના રહેવાસી અતુલે 24 પાનાંની સુસાઈડ નોટ લખી અને 90 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. તેમાં તેણે તેની પત્ની અને સાસરિયાના લોકો પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપીઓના નામ અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, સાળો અનુરાગ અને નિકિતાના કાકા સુશીલ છે, જેઓ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે, પરંતુ સુસાઈડ નોટ અને વીડિયો સામે આવ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ બેંગ્લોર પોલીસે નિકિતા અને અનુરાગની 15મી ડિસેમ્બરે ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ અંગે મીડિયાને માહિતી આપી અને એ પણ જણાવ્યું કે પોલીસને ત્રણેય વિશે કેવી રીતે પુરાવા મળ્યા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપીઓની ધરપકડની કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બેંગ્લોર પોલીસે જણાવ્યું કે, પોલીસને બાતમીદાર પાસેથી એક પુરાવો મળ્યો કે નિકિતા ગુરુગ્રામમાં અને તેની માતા અને ભાઈ પ્રયાગરાજમાં છુપાયા છે. પોલીસને 13મી ડિસેમ્બરની રાત્રે ત્રણેયનું લોકેશન મળ્યું હતું. પહેલા પોલીસે નિકિતાને ગુરુગ્રામના સેક્ટર-57માં બ્લૉસમ સ્ટેજ પેઈંગ ગેસ્ટ હાઉસમાંથી પકડી હતી. ત્યારબાદ ઝૂંસીની એક હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેના માટે પોલીસ કર્મચારી મઘર શિવપ્પા અને વિનીખા એ. ડૉક્ટર અને નર્સ તરીકે હૉટલમાં રહેવા ગયા હતા. ત્યાં હૉટલનું રજીસ્ટર તપાસવા પર જાણવા મળ્યું કે નિશા અને અનુરાગ રૂમ નંબર 111માં રોકાયા છે. જ્યારે પોલીસ કર્મચારી રૂમ નંબર 101 અને 108માં રોકાયા હતા. કર્મચારીઓએ આખી રાત બંને પર નજર રાખી હતી.
બીજા દિવસે 15મી ડિસેમ્બરે સવારે બંને પોલીસ કર્મચારીઓ એક પછી એક રૂમમાં ગયા અને બંને સાથે વાત કરી. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ બંનેને લઇને એક કેબ બુક કરાવીને એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી બેંગ્લોર જવા માટે ફ્લાઈટ લીધી. એક ભૂલ પોલીસને નિકિતા સુધી લઈ ગઈ. પોલીસે નિકિતા જે કંપનીમાં કામ કરતી હતી ત્યાંથી તેનો મોબાઈલ નંબર એકત્ર કર્યો હતો. પોલીસે નંબર સર્વિલાન્સ પર રાખ્યો હતો. સર્વિલાન્સ દરમિયાન, પોલીસને નિકિતાનું લોકેશન મળ્યું, કારણ કે તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી અને તેની માતા અને ભાઈ સાથે સતત વાત કરતી હતી. જેથી તે પોલીસના હાથે ઝડપાઈ ગઇ હતી. બેંગ્લોરના મારથલી પોલીસ સ્ટેશનની એક ટીમ કેસના દસ્તાવેજો એકત્ર કરી રહી છે. બીજી ટીમ નિકિતાને શોધી રહી હતી અને ત્રીજી ટીમ તેની માતા અને ભાઈને શોધી રહી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp