'UP હજુ 100 ટકા સુરક્ષિત નથી, પરંતુ...', રાજ્યપાલ આનંદીબેન પટેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને શું કહ્યું?
Anandiben Patel on UP: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે UP હજુ સંપૂર્ણ સુરક્ષિત નથી. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું કે, UP અત્યારે 100 ટકા સુરક્ષિત નથી. પરંતુ તેના સતત પ્રયાસો ચાલુ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે એમ પણ કહ્યું હતું કે UPની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થવાનો હજુ ઘણો અવકાશ છે.
જ્યારે રાજ્યપાલને UPમાં વધી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેના પર કંઇપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે કોઇ અભિપ્રાય નહીં આપે.
બુલડોઝરની કાર્યવાહી અંગે રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સરકાર તેના નિર્ણય મુજબ કામ કરી રહી છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલાઓની સુરક્ષા માટે સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, થોડા વર્ષો અગાઉ સુધી છોકરીઓ સાંજે 5:00 વાગ્યા પછી બહાર નીકળતી નહોતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે.
મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશની કૉલેજો અને યુનિવર્સિટીઓ હવે NAAC જેવા ગ્રેડિંગમાં મોટી ઓળખ ઉભી કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp