વ્હોટ્સ એપ કોલિંગ માટે ચૂકવવાં પડી શકે છે પૈસા! જાણો સરકારના નવા ડ્રાફ્ટ બિલમાં શું છે જોગવાઇઓ.

વ્હોટ્સ એપ કોલિંગ માટે ચૂકવવાં પડી શકે છે પૈસા! જાણો સરકારના નવા ડ્રાફ્ટ બિલમાં શું છે જોગવાઇઓ..

09/23/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

વ્હોટ્સ એપ કોલિંગ માટે ચૂકવવાં પડી શકે છે પૈસા! જાણો સરકારના નવા ડ્રાફ્ટ બિલમાં શું છે જોગવાઇઓ.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ WhatsApp, Facebook, Google Duo અને Telegram જેવી કોલિંગ અને મેસેજિંગ એપને ટેલિકોમ કાયદાના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે સરકાર દ્વારા ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ઓવર ધ ટોપ (OTT) એટલે કે ઇન્ટરનેટની મદદથી કામ કરતી આવી સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં આવા ઘણા પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ ઈન્ટરનેટ આધારિત કોલિંગ અને મેસેજિંગ સેવાઓ ટેલિકોમ કાયદાના દાયરામાં આવ્યા બાદ આ સેવાઓનો ઉપયોગ કરતા મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પર તેની સીધી અસર પડશે.


ડ્રાફ્ટ બિલ અનુસાર, OTT સેવાઓને પણ હવે ટેલિકોમ સેવાઓનો એક ભાગ ગણવામાં આવશે. આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ હવે આ સેવાઓ માટે લાઇસન્સ મેળવવું પડશે. જેની સીધી અસર મોબાઈલ યુઝર્સના ખિસ્સા પર પડશે. ડ્રાફ્ટ બિલ અનુસાર, આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ લાયસન્સ માટે ફી જમા કરાવવી પડશે, જો કંપની આ લાઇસન્સ સરેન્ડર કરશે તો તેમને ફી પરત કરવામાં આવશે.

ડ્રાફ્ટ બિલ અંગે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે, નવા ટેલિકોમ બિલ સાથે ઈન્ડસ્ટ્રીનું રિસ્ટ્રક્ચરિંગ અને નવી ટેક્નોલોજી અપનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે 20 ઓક્ટોબર સુધી આ ડ્રાફ્ટ પર ઉદ્યોગ અને લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.


નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2022ના ડ્રાફ્ટ અનુસાર, ફેસબુક, વોટ્સએપ, ગૂગલ ડ્યૂઓ, ગૂગલ મીટ, ટેલિગ્રામ અને ઝૂમ જેવી સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. તેમજ બ્રોડકાસ્ટિંગ સેવાઓ, ઈમેઈલ, વોઈસ, વિડીયો અને ડેટા કોમ્યુનિકેશન સેવાઓ, વોઈસ મેઈલ, ફિક્સ અને મોબાઈલ સેવાઓ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ, ઓડિયોટેક્સ સેવાઓ, વિડીયોટેક્સ સેવાઓ, ઉપગ્રહ આધારિત સંચાર સેવાઓ, વોકી-ટોકી, મશીન ટુ મશીન સેવાઓ, ઈન્ટરનેટ પર આધારિત સંચાર સેવાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે.


જો કે, ઈન્ટરનેટ દ્વારા કોઈપણ એપમાંથી વિડિયો કે ઓડિયો કોલિંગ કરવા માટે ડેટા ખર્ચ તરીકે ચાર્જ કરીએ છીએ. પરંતુ શક્ય છે કે આ બિલ આવ્યા બાદ વોટ્સએપ અથવા કોલિંગ સર્વિસ આપતી અન્ય કંપની તેના માટે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દે. અથવા તમારે કેટલીક સેવાઓ માટે સબ્સક્રિપ્શન લેવું પડશે. કારણ કે કંપનીઓ ગ્રાહકો પાસેથી જ લાઇસન્સ ખરીદવા પાછળ ખર્ચેલા નાણાંની વસૂલાત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top