સલામ સુરત પોલીસ! છોકરીએ ઝેર ગટગટાવી લીધું તો પોલિસકર્મી જીવ બચાવવા ખભા પર ઉઠાવી દોડ્યા, જુઓ વીડિયો
Surat News: આજે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે, તો વીડિયો કે તસવીર વાયરલ થતા વાર પણ નથી લાગતી. પોલીસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ઘણીવાર આ વીડિયો એવા હોય છે કે પોલીસ પર સવાલો ઉભા થાય છે અથવા એવું કહી શકાય કે મોટાભાગના વીડિયો એવા હોય છે જે પોલીસની નકારાત્મક છબી રજૂ કરે છે. આ સમયે સુરત પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પોલીસકર્મીને સલામ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી એક છોકરીને લઈને ભાગી રહ્યો છે. પોલીસકર્મીએ છોકરીને પોતાના ખભા પર ઉપાડી લીધી છે અને ઝડપથી PCR વાન તરફ દોડી રહ્યો છે. ત્યારબાદ તેને PCR વાનથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે.
કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ આત્મહત્યાના ઇરાદે ઝેર પી લીધું હતું. કોઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરી શ્વાસ લઈ રહી હતી. કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસકર્મીએ છોકરીને પોતાના ખભા પર ઉંચકી લીધી અને કાર તરફ દોડયો.
View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)
A post shared by Instant Bollywood (@instantbollywood)
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી તેને પોતાની કારમાં બેસાડીને હૉસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની સારવાર કરવામાં આવી. ત્યારબાદ છોકરીનો જીવ બચી ગયો. વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મી હૉસ્પિટલમાં દાખલ યુવતી સાથે વાત કરી રહ્યો છે અને તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે યુવતીએ ઝેર કેમ પીધું તેનું કારણ હજી અકબંધ છે.
વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા પર લોકોએ છોકરીનો જીવ બચાવવાના પોલીસકર્મીના પ્રયાસની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, ‘આવા પોલીસકર્મીઓને દિલથી સલામ.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન તમને હંમેશાં ખુશ રાખે. તમને જોઈને બીજાઓને પણ મદદ કરવાની ભાવના જાગે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘આજકાલ લોકોમાં ધીરજ નથી. તેઓ કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારતા જ નથી. ’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp