Election Commission: કોંગ્રેસે મહારાષ્ટ્રની મતદાર યાદી પર સવાલ ઉઠાવ્યા તો ECIએ આપ્યો જવાબ
Election Commission: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ કેન્દ્ર સરકાર સાથે-સાથે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહી છે. આ દરમિયાન, ચૂંટણી પંચે મંગળવારે (24 ડિસેમ્બર 2024) કોંગ્રેસને જવાબ આપ્યો છે. ECIએ કહ્યું કે પાર્ટી દ્વારા મહારાષ્ટ્રની દરેક વિધાનસભા સીટ માટે મતદારો અંગે માગવામાં આવેલ ડેટા અને ફોર્મ 20 મહારાષ્ટ્ર ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જેને ડાઉનલોડ કરી શકાય છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ચૂંટણીની મતદાર યાદી અંગે ઉઠાવવામાં આવેલા સવાલોના વિગતવાર જવાબ આપ્યા. ચૂંટણી પંચે કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં યોજાયેલી લોકસભા-વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી 80,391 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. એટલે કે એક વિધાનસભામાંથી સરેરાશ 2,779 મતદારોને ઓછા થઇ ગયા.
તેના પર ચૂંટણી પંચે કહ્યું છે કે જે નામો કાઢી નાખવામાં આવ્યા છે તેના માટે સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. નોટિસ જાહેર કરવાની સાથે, એક ક્ષેત્ર સર્વેક્ષણ કરીને એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે અથવા તો તે કિસ્સાઓમાં મતદારનું મૃત્યુ થયું છે, અથવા તેનું સરનામું બદલાઈ ગયું છે, અથવા તે હવે એ સરનામે રહેતા નથી, ત્યારબાદ જ તે મતદારોના નામ મતદારમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસને આપવામાં આવેલા જવાબમાં, ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અથવા ઉમેદવારોની સક્રિય ભાગીદારીના લગભગ 60 ઉદાહરણો આપ્યા. ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષો/ઉમેદવારોની સાર્થક ભાગીદારી એ ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય આધારસ્તંભ છે. તાજેતરમાં, કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સંબંધિત ફરિયાદોને લઈને ચૂંટણી પંચને મળ્યું હતું. કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમણે ચૂંટણી પંચ પાસે ઘણા આંકડાની માગણી કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp