Duleep Trophy 2024: India Aમાં પ્રથમ સિંહે લીધી શુભમન ગિલની જગ્યા, જાણો રેલ્વેના ટોપ સ્કોરર વિશ

Duleep Trophy 2024: India Aમાં પ્રથમ સિંહે લીધી શુભમન ગિલની જગ્યા, જાણો રેલ્વેના ટોપ સ્કોરર વિશે

09/13/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Duleep Trophy 2024: India Aમાં પ્રથમ સિંહે લીધી શુભમન ગિલની જગ્યા, જાણો રેલ્વેના ટોપ સ્કોરર વિશ

મેન્સ સિલેક્શન કમિટીએ 12 સપ્ટેમ્બરથી ​​અનંતપુરમાં શરૂ થયેલી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. ભારત Aના કેપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપની બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સિલેક્ટરોએ શુભમન ગિલના સ્થાને રેલવેના ઓપનર બેટ્સમેન પ્રથમ સિંહનો સમાવેશ કર્યો હતો.


પ્રથમ સિંહે બનાવ્યા 7 રન

પ્રથમ સિંહે બનાવ્યા 7 રન

અકબરપુર જિલ્લાના રહેવાસી સિંહે ગત રણજી સીઝનમાં 11 ઇનિંગ્સમાં 530 રન બનાવ્યા હતા. તે રેલવે માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડી હતો. બાંગ્લાદેશ સામેની ભારતની ટેસ્ટ ટીમ માટે ઘણા મુખ્ય ખેલાડીઓની પસંદગી બાદ તેમને દુલીપ ટ્રોફી માટે ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા Aનો ઓપનર બેટ્સમેન પ્રથમ સિંહ કંઈ ખાસ કરી શક્યો નહોતો. પહેલી ઇનિંગમાં તેણે 33 બોલનો સામનો કર્યો અને માત્ર 7 રન બનાવ્યા. વિધાથ કાવેરપ્પાએ તેને આઉટ કર્યો હતો.


પ્રથમ સિંહ રેલવેમાં ટેકનિશિયન છે

પ્રથમ સિંહ રેલવેમાં ટેકનિશિયન છે

TOI સાથે વાત કરતા પ્રથમ સિંહે કહ્યું હતું, હું રેલ્વેમાં ટેકનિશિયન છું. પહેલા મેં ઝારખંડ ક્રિકેટ બોર્ડ માટે અંડર-22 ક્રિકેટ રમી હતી અને બાદમાં મેં રેલ્વેમાં સ્થાન મેળવ્યું હતું અને તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મારી પસંદગી દુલીપ ટ્રોફીમાં થવાથી ખૂબ જ ખુશ છું. રેલ્વેએ એલિટ ગ્રુપ સી મેચમાં ત્રિપુરા સામે 378 રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરીને રણજી ઈતિહાસના સર્વોચ્ચ લક્ષ્યને હાંસલ કર્યું હતું, જેમાં મેં 300 બોલમાં 169 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ દરમિયાન મેં 12 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. મારા પરફોર્મન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top