એક 6.90 લાખ તો બીજી 5.80 લાખમાં વેચાઈ, 10 રૂપિયાની આ 2 નોટ આટલી મોંઘી કેમ?

એક 6.90 લાખ તો બીજી 5.80 લાખમાં વેચાઈ, 10 રૂપિયાની આ 2 નોટ આટલી મોંઘી કેમ?

05/30/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

એક 6.90 લાખ તો બીજી 5.80 લાખમાં વેચાઈ, 10 રૂપિયાની આ 2 નોટ આટલી મોંઘી કેમ?

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં દુનિયાભરના ઘણા દેશોની બેંક નોટોની હરાજી થઈ. આ હરાજીમાં અલગ અલગ દેશોની વર્ષો જૂનો નોટ વેચાઈ. આ હરાજીમાં ભારતની પણ ઘણી બેંક નોટ હતી. તેમાં 10-10 રૂપિયાની 2 ભારતીય નોટોની પણ હરાજી થઈ. ખાસ વાત એ છે કે આ નોટોની બોલી 2.7 લાખ રૂપિયા સુધી જવાની આશા હતી, પરંતુ ને તેનાથી પણ વધારે કિંમતે વેચાઈ. બેંક નોટોની આ હરાજી મેફેયરમાં નૂનન્સ કરાવી રહી છે. આ સંસ્થા 1990ની દશકની જૂની નોટો, સિક્કા અને ઘરેણાં અને મેડલ્સની હરાજી કરાવતી રહી છે. આ હરાજીમાં આમ તો ભારતની ઘણી બેંક નોટ છે, પરંતુ સૌથી ખાસ  10-10 રૂપિયાની 2 નોટ છે. આ બંને જ નોટ 106 વર્ષ જૂની છે. તેમાંથી  10 રૂપિયાની એક નોટ 6,500 પાઉન્ડ એટલે કે 6.90 લાખ રૂપિયા અને બીજી નોટ 5,500 પાઉન્ડ એટલે કે 5.80 લાખ રૂપિયામાં વેચાઈ.


આ નોટોમાં શું છે ખાસ?

આ નોટોમાં શું છે ખાસ?

10-10 રૂપિયાની આ 2 નોટ ઘણી બાબતે ખાસ છે. આ બંને નોટ એસ.એસ. શિરાલા નામના જહાજના કાટમાળમાંથી મળી હતી, જેને જર્મનીની સબમરીને ટૉર્પિડો લોન્ચ કરીને ડૂબાડી દીધું હતું. એસ.એસ. શિરાલા બ્રિટિશ જહાજ હતું. જે દારૂ, મુરબ્બો અને ગોળા બારૂદ લઈને મુંબઈથી લંડન જઈ રહ્યું હતું. 2 જુલાઇ 1918ના રોજ જર્મનીના ટૉર્પિડોની ઝપેટમાં આવવાથી આયરિશ કિનારા પાસે આ જહાજ ડૂબી ગયું. આ જહાજના કાટમાળમાંથી 10-10 રૂપિયાની આ 2 નોટ મળી આવી હતી.


આટલી મોંઘી કેમ વેંચાઈ?

આટલી મોંઘી કેમ વેંચાઈ?

નૂનન્સ ઑક્સન સાથે જોડાયેલી થોમ્સિના સ્મિથે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, તેમને એવી રેર બેંક નોટ ક્યારેય જોઈ નથી. આ નોટો બાબતે ત્યારે ખબર પડી જ્યારે બેંક ઓફ ઇંગ્લેન્ડે સોશિયલ મીડિયા પર 1918માં થયેલી આ દુર્ઘટના બાબતે જણાવ્યું હતું. આ બંને નોટ સારી સ્થિતિમાં છે કેમ કે તેમને સારી રીતે કસીને બંડલમાં રાખવામાં આવી હશે. ત્યારે તે સમુદ્રના પાણીમાં પણ સુરક્ષિત રહી. એ સિવાય તેનું કાગળ પણ સારી ક્વાલિટીનું છે. જહાજ ડૂબ્યાં બાદ 5, 10 રૂપિયાની પણ ઘણી બધી નોટ તરી રહી હતી. આ એ નોટ હતી, જેના પર કોઈ ગવર્નરે સહી પણ કરી નહોતી. મોટા ભાગની નોટોને નષ્ટ કરી દીધી, પરંતુ કેટલીક નોટ બચી રહી. 10-10 રૂપિયાની આ બે નોટ પણ તેમાંથી એક છે.


100 રૂપિયાની નોટની પણ થશે હરાજી:

100 રૂપિયાની નોટની પણ થશે હરાજી:

બેંક નોટની આ હરાજીમાં માત્ર 10-10 રૂપિયાની નોટ જ ખાસ નથી, પરંતુ એક 100 રૂપિયાની નોટ પણ છે. આ નોટની હરાજી પણ જલદી જ થવા જઇ રહી છે. PTI મુજબ, અંગ્રેજોના જમાના આ 100 રૂપિયાનો નોટની હરાજી 4400 થી 5000 પાઉન્ડ વચ્ચે વેચાઈ શકે છે. ભારતીય ચલણના હિસાબે આ રકમ 5 લાખથી વધુ બેસે છે. 100 રૂયપિયાની આ નોટ પર કોલકાતામાં ગવર્નરે સહી કરી હતી. આ નોટની ખાસ વાત એ છે કે તેના પર હિન્દી અને બંગાળી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં રકમ લખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top