Parliament Winter session: સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, ઓમ બિ

Parliament Winter session: સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, ઓમ બિરલાએ વિપક્ષને આપી સલાહ

12/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Parliament Winter session: સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, ઓમ બિ

Parliament Winter session: સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થઈ રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ પ્રથમ વખત પરિસરની બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે સંગ્રામ જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપના સાંસદો મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. તો, વિપક્ષના સાંસદો ચોકથી સંસદ તરફ કૂચ કરી રહ્યા છે.


લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

બીજી તરફ આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સૂત્રોચ્ચાર જોઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી. લોકસભા અધ્યક્ષે વિપક્ષને સલાહ આપતા કહ્યું કે વિપક્ષે ગૃહની ગરિમાને ધ્યાનમાં રાખવી જોઈએ.


રાહુલ ગાંધી માર્ચમાં સામેલ નહીં

રાહુલ ગાંધી માર્ચમાં સામેલ નહીં

આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે સંસદમાં આગલાના દિવસે થયેલી ધક્કા-મુક્કીને લઈને ભાજપ આકરા પ્રહારો કરી રહી છે. સાથે જ કોંગ્રેસે ભાજપના સાંસદો પર ધક્કો આપવાનો આરોપ પણ લગાવ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. ભાજપના સાંસદે કહ્યું કે રાહુલે ગૃહનું પણ અપમાન કર્યું છે. ઓમ બિરલાને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અમિત શાહના નિવેદનને તોડીમરોડી રજૂ કરવામાં આવી છે. આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવો જોઈએ અને જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top