રામબન-બનિહાલ ખંડ પર 2.35 કિલોમીટર લાંબા બાયપાસનું કામ પૂર્ણ, જુઓ વીડિયો

રામબન-બનિહાલ ખંડ પર 2.35 કિલોમીટર લાંબા બાયપાસનું કામ પૂર્ણ, જુઓ વીડિયો

01/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

રામબન-બનિહાલ ખંડ પર 2.35 કિલોમીટર લાંબા બાયપાસનું કામ પૂર્ણ, જુઓ વીડિયો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ રવિવારે બનિહાલમાં 4 લેન પ્રોજેક્ટના રામબન-બનિહાલ સેક્શન પર 2.35 કિલોમીટર લાંબા 4 લેન બાયપાસનું કામ પૂર્ણ કરી લીધું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટર પર એક પોસ્ટમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં અમે 224.44 કરોડ રૂપિયાના ખર્ચે બનિહાલ શહેર સુધી 2.35 કિલોમીટર લાંબા ફોર-લેન બાયપાસનું કામ પૂર્ણ કરી લીધું છે.

NH-44ના રામબન-બનિહાલ ખંડ પર વ્યૂહાત્મક રૂપે સ્થિત, બાયપાસમાં 4 વાયાડક્ટ અને 1,513 મીટરમાં ફેલાયેલા 3 પુલનો સમાવેશ થાય છે, જે રસ્તાની બાજુના બજારો અને દુકાનોને કારણે વારંવાર થતી અડચણને અસરકારક રીતે દૂર કરે છે.


આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2021માં શરૂ થયો હતો

આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2021માં શરૂ થયો હતો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ઈજનેરોએ જણાવ્યું હતું કે ફોર-લેન પ્રોજેક્ટના રામબન-બનિહાલ સેક્શન પર બનિહાલ ખાતે બાયપાસનું કામ પૂર્ણ થઈ ગયું છે અને રવિવારે ધારાસભ્ય, DSP ટ્રાફિક અને અન્ય અધિકારીઓ ટ્રાફીકની હાજરીમાં તેને શ્રીનગર તરફ જતા ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નીતિન ગડકરીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે આ પરિવર્તનકારી પ્રોજેક્ટ આર્થિક વિકાસમાં ફાળો આપે છે તેમજ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વધારશે.

NHAI અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2021માં શરૂ થયો હતો અને ડિસેમ્બર 2023માં પૂર્ણ થવાનો હતો. ખારપોરાથી નવયુગ ટનલ સુધી શરૂ થયેલ બનિહાલ બાયપાસ બનિહાલ શહેરને બાયપાસ કરશે અને શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગના જૂના સંરેખણ પર નિયમિત ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે. સ્થાનિક ભાજપ નેતા મોહમ્મદ સલીમ ભટે બનિહાલ બાયપાસના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અને NHAIનો આભાર વ્યક્ત કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top