Maharashtra Assembly Session: અજીત દાદા, તમે ચોક્કસ એક દિવસ મુખ્યમંત્રી બનશો...'; પવારને બોલ્યા

Maharashtra Assembly Session: અજીત દાદા, તમે ચોક્કસ એક દિવસ મુખ્યમંત્રી બનશો...'; પવારને બોલ્યા ફડણવીસ, જાણો કારણ

12/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Maharashtra Assembly Session: અજીત દાદા, તમે ચોક્કસ એક દિવસ મુખ્યમંત્રી બનશો...'; પવારને બોલ્યા

Devendra Fadnavis: મહારાષ્ટ્રના નાગપુરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન, વિપક્ષના નિશાના પર અજીત પવાર છે, જેમને મહા વિકાસ અઘાડી (MVA)ના નેતાઓ કાયમી નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે.

ફડણવીસે કહ્યું કે, તેમને આશા છે કે એક દિવસ અજીત પવાર ચોક્કસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી ફડણવીસે શિયાળુ સત્રમાં કહ્યું કે લોકો અજીત દાદાને કાયમી નાયબ મુખ્યમંત્રી તરીકે સંબોધે છે. પરંતુ તેઓ તેમને (અજીત પવાર)ને શુભેચ્છા પાઠવે છે. તેઓ ચોક્કસ એક ને એક દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે.


મુખ્યમંત્રી ફડણવીસે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા

મુખ્યમંત્રી ફડણવીસે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા

ફડણવીસ અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં વિપક્ષે તેમને નિશાનો બનાવ્યા છે. તેમના પર વ્યક્તિગત રીતે પણ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારને પણ બક્ષવામાં આવ્યો નહીં. સવારથી સાંજ સુધી 5-7 લોકો ફક્ત તેમના અને તેમના પરિવાર વિશે જ ચર્ચા કરતા હતા. જેના કારણે મહારાષ્ટ્રના લોકોમાં સહાનુભૂતિ જાગી.

ફડણવીસે કહ્યું કે, સમાજે એક થવાની જરૂર છે. સમાજ એક થશે તો પ્રગતિ થશે. એટલા માટે અમે સૂત્ર આપ્યું હતું 'એક હૈ તો સેફ હૈ.' મહારાષ્ટ્રના લોકોનું સૂત્રને સમર્થન મળ્યું. જેના કારણે મહાયુતિનો શાનદાર વિજય થયો હતો. છેલ્લા 5 વર્ષ પરિવર્તનના રહ્યા. આજે જ્ઞાતિ જેટલા લોકોના મનમાં છે, એટલી નેતાઓના મનમાં નથી.


નક્સલવાદ પર નિશાનો સાધ્યો

નક્સલવાદ પર નિશાનો સાધ્યો

ફડણવીસે નક્સલવાદ પર પણ નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે અમે નક્સલવાદ સામે જંગની જાહેરાત કરી છે. નક્સલવાદીઓ ન તો ભારતના બંધારણમાં માનતા હોય છે અને ન તો તેઓ લોકશાહીમાં માનતા હોય છે. તેઓ બંધારણ વિરુદ્ધ કામ કરે છે. હવે દેશમાં નક્સલવાદીઓ સામે મોટી જંગ શરૂ થઇ છે. ટૂંક સમયમાં નક્સલવાદીઓનો સફાયો કરવામાં આવશે. નક્સલવાદીઓ ઘટી રહ્યા છે, તેમની ભરતીઓ ઘટી છે. નક્સલવાદીઓએ શહેરોમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શહેરી નક્સલવાદનું તેમનું અભિયાન સફળ ન થઈ શક્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top