100 વર્ષનો વર, 102 વર્ષની દુલ્હને કર્યા લગ્ન, 9 વર્ષથી કરી રહ્યા હતા ડેટિંગ

100 વર્ષનો વર, 102 વર્ષની દુલ્હને કર્યા લગ્ન, 9 વર્ષથી કરી રહ્યા હતા ડેટિંગ

05/25/2024 World

SidhiKhabar

SidhiKhabar

100 વર્ષનો વર, 102 વર્ષની દુલ્હને કર્યા લગ્ન, 9 વર્ષથી કરી રહ્યા હતા ડેટિંગ

પ્રેમમાં ઉંમરનું બંધન હોતું નથી! તમે પછી યુવાન હોવ કે વૃદ્ધ, પ્રેમ તો બસ થઈ જાય છે. કોની સાથે થઈ રહ્યો છે, કઇ ઉંમરમાં થઈ રહ્યો છે, એ કંઇ પણ ત્યારે મહત્ત્વ ધરાવતું નથી. અમેરિકન રાજ્ય પેન્સિલ્વેનિયાના માર્જોરી ફિટરમેન અને બર્ની લિટમેને ફરી એક વખત એ સાબિત કરી દેખાડ્યું. 102 વર્ષની માર્જોરી ફિટરમેને 100 વર્ષના બર્ની લેટમેન સાથે લગ્ન કર્યા છે અને ખૂબ ખુશ છે. તમે જાણીને હેરાન થઈ જશો કે, બંને 9 વર્ષથી એક બીજાને ડેટિંગ કરી રહ્યા હતા. જ્યારે તેમણે પોતાના પરિવારને લગ્ન બાબતે બતાવ્યું તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. બધાએ મળીને શાનદાર આયોજન કર્યું.


પરિવાર આશ્ચર્યચકિત હતો

પરિવાર આશ્ચર્યચકિત હતો

જ્યૂઇશ ક્રોનિકલના રિપોર્ટ મુજબ લિટમેનની પૌત્રી સારા લિટમેને જણાવ્યું કે, જ્યારે તેના દાદાએ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો પરિવાર આશ્ચર્યચકિત હતો. પરંતુ બધા ખૂબ ખુશ હતા. દાદાજી ઇચ્છતા હતા કે, લગ્નને કાયદાકીય દરજ્જો આપવામાં આવે એટલે તેમણે 19 મેના રોજ લગ્ન કર્યા બાદ મેરેજ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું. અમે વાસ્તમાં ખુશ છીએ કે અમારા દાદાજી સાથે રહેવા માટે કોઈ તો છે. આ લગ્ન સાથે તેઓ સૌથી વૃદ્ધ વર-વધુ બની ગયા.

View this post on Instagram

A post shared by Pubity (@pubity)


સૌથી વયોવૃદ્ધ લગ્નનો રેકોર્ડ:

સૌથી વયોવૃદ્ધ લગ્નનો રેકોર્ડ:

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ સૌથી વયોવૃદ્ધ કપલના લગ્નનો હાલનો વર્લ્ડ રેકોર્ડ બ્રિટેનના ડોરેન અને જોર્જ કિર્બીનું નામ છે, જેમના લગ્ન વર્ષ 2015માં થયા હતા. એ સમયે બંનેની કુલ ઉંમર 194 વર્ષ અને 279 દિવસ હતી. એ હિસાબે જોઈએ તો માર્જોરી ફિટરમેન અને બર્ની લેટમેન 202 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા. સારા લિટમેને કહ્યું કે, અમે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સને તેને સૌથી વૃદ્ધ લગ્ન જાહેર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. અમને વિશ્વાસ છે કે અમારો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે.


ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી:

ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી:

લિટમેને કહ્યું  હું જૂના રીત રિવાજોને વધુ પસંદ કરું છું. તમે એક જ ઇમારતમાં રહો છો. એક બીજાને ટકરાવ છો અને પ્રેમમાં પડી જાવ છો. તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી એટલે અમે આધુનિક ડેટિંગ એપ્સની જગ્યાએ પારંપરિક રોમાન્સ પ્રત્યે પોતાનો શોખ યથાવત રાખ્યો. અમે સાથે મળતા હતા. ખૂબ વાતો કરતાં હતા. સારી સારી કહનીઓ શેર કરતાં હતા અને ક્યારે પ્રેમ થઈ ગયો, ક્યારે સાથે રહેવાનો નિર્ણય કરી લીધો ખબર જ ન પડી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top