Pahalgam Terror Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત અને 3 ઇજાગ્રસ્ત
Pahalgam Terror Attack: ગઇકાલે જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કાયર આતંકીઓએ ધર્મ પૂછીને ગોળી મારી દેવાની તોછડી હરકત કરી છે. આ આતંકી હુમલામાં 26 લોકોના મોત થઈ ગયા છે તો ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. કાયર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે, જ્યારે 3 ગુજરાતી ઇજાગ્રસ્ત થયા છે..
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે 3 ગુજરાતીઓના મોત થયા છે, તેમની ઓળખ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી યતીશભાઈ સુધીરભાઈ પરમાર, સુમિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત તરીકે થઈ છે, તો સુરતના રહેવાસી શૈલેશભાઈ હિંમતભાઈ કળઠીયાનું પણ આ હુમલામાં મોત થઈ ગયું છે.
આ આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ગુજરાતથી જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા ભાવનગરના વિનોદ ડાભી પણ ઇજાગ્રસ્ત થયા છે. તો ઉપરાંત અન્ય 2 ગુજરાતી મોનિકા પટેલ, રેણું પાંડે ઇજાગ્રસ્ત થયા છે આ બધાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ધર્મ પૂછીને ગોળીઓ ચલાવનાર આતંકીઓઓએ જે રીતે ઘટનાને અંજામ આપ્યો તેની નિંદા દેશ સાથે જ દુનિયામાં તેની નિંદા થઈ રહી છે. ભારતમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને લોકો અંતરાત્માથી કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ આતંકીઓને છોડવા ન જોઇએ. આ કાયરતાપૂર્ણ ઘટના બદલ આતંકીઓએ અંજામ તો ભોગવવો જ પડશે. હાલમાં સેના દ્વારા એ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ છોડીને ભારત આવતા રહ્યા છે અને તેઓ NSA અજિત દોભાળ સાથે મુલાકાત કરી છે અને ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે જમ્મુ-કશ્મીરમાં છે. તો નિશ્ચિત આ આતંકીઓનો કાળ આવી જ જવાનો છે. આ આતંકવાદીઓ સામેથી મોતને નોતરું આપ્યું છે. કાળમૂખાઓના મોતની ઉલ્ટી ગણતરી હવે શરૂ થઈ ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp