૫૦ વર્ષીય મહિલાની નિર્દયતા પૂર્વક હત્યા! પહેલા પ્રેસર કુકર દ્વારા માર મરાયો, બાદ છરી અને કાતરથી..., જાણો સમગ્ર ઘટના
તેલંગાણાના હૈદરાબાદ શહેરમાંથી એક કમકમાટી ઉપજાવે એવો હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ઘરમાં ઘૂસીને ૫૦ વર્ષીય મહિલાની નિર્દયતા પૂર્વક હત્યા કરીને લુંટ મચાવી ફરાર થયા હતા. વારંવાર ફોન-કોલ કરવા છતાં જવાબ ન મળતાં પરિવાર જ્યારે ઘરે પાછો ફર્યો, ત્યારે આખરે બંધ દરવાજો તોડ્યા બાદ તેણી લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી.
બુધવારે હૈદરાબાદના કુકટપલ્લી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તેના ઘરમાં ૫૦ વર્ષીય મહિલા છરાના ઘા સાથે મૃત હાલતમાં મળી આવી હતી. માહિતી પ્રમાણે, રેણુ અગ્રવાલ નામની આ મહિલા પીડિતા કુકટપલ્લીના એક એપાર્ટમેન્ટમાં તેના પતિ અને પુત્ર સાથે રહેતી હતી, જેઓ સ્ટીલનો વ્યવસાય ચલાવે છે. બે ચોર તેના ઘરમાં દાખલ થયાં હતા અને 50 વર્ષીય રેણુ અગ્રવાલને બાંધીને પ્રેશર કૂકરથી માર માર્યો હતો. પછી તેનું ગળું છરી અને કાતરથી કાપી નાખવામાં આવ્યું હતું. ચોરેએ ઘરમાં લૂંટ ચલાવી હતી અને લગભગ 40 ગ્રામ સોનું અને 1 લાખ રૂપિયા રોકડા લઈ ગયા હતા. રેણુની ઘાતકી હત્યા કર્યા બાદ ચોરે ઘરમાં શાવર પણ લીધું હતું. ગુનાના સ્થળેથી ભાગી જતા પહેલા લોહીથી ખરડાયેલા કપડાં પાછળ છોડી દીધા.
.
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા ઘરના નોકર, હર્ષ (20), જે ફક્ત 10 દિવસથી ત્યાં કામ કરતો હતો, અને તેનો મિત્ર રોશન, જે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો હતો, તે બંને દ્વારા મળીને કરવામાં આવી છે. આ એક આયોજિત લૂંટ હતી, જેમાં શંકાસ્પદોએ તેણીને બાંધી હતી, કિંમતી વસ્તુઓ બતાવવા માટે તેણીને ત્રાસ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદો ભાગતા પહેલા ઇમારતમાં ફરતા દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં, બંને 13મા માળે જતા અને સાંજે 5:02 વાગ્યે જતા જોવા મળ્યા હતા. પોલીસને શંકા છે કે આ બે પુરુષોએ હત્યાને અંજામ આપ્યો છે અને તેઓ રાંચી જઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp