ન OTP અને ન આપી બેંક ડિટેલ, પછી કેવી રીતે ઉડાવી દીધા 13.8 લાખ, જાણો શું છે મામલો?

ન OTP અને ન આપી બેંક ડિટેલ, પછી કેવી રીતે ઉડાવી દીધા 13.8 લાખ, જાણો શું છે મામલો?

11/20/2023 National

SidhiKhabar

SidhiKhabar

ન OTP અને ન આપી બેંક ડિટેલ, પછી કેવી રીતે ઉડાવી દીધા 13.8 લાખ, જાણો શું છે મામલો?

સાઇબર ફ્રોડના નવા નવા સ્કેમના કેસ સામે આવી રહ્યા છે. હવે સાઇબર ક્રાઇમની વધુ એક નવી ઘટના સામે આવી છે. જ્યાં એક 72 વર્ષીય વૃદ્ધને 13.8 લાખ રૂપિયાની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના પૂણેની છે અને પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 72 વર્ષીય એક વૃદ્ધના બેંક અકાઉન્ટમાંથી કુલ 13.86 લાખ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા અને પોલીસે હવે ફરિયાદ નોંધી લીધી છે. ઉલ્લેખનીય વાત એ છે કે તેમાં પીડિતે ન તો કોઈ બેંક ડિટેલ્સ શેર કરી અને ન તો કોઈ OTP આપ્યો.


PAN કાર્ડનો અપડેટની વાત કહીને લૂંટ્યા પૈસા:

પોલીસે જણાવ્યું કે, વિક્ટિમને ઑગસ્ટ મહિના દરમિયાન એક અજાણ્યા નંબરનો કોલ આવ્યો, જેણે પાન કાર્ડને અપડેટ કરવાની વાત કહેવામાં આવી. ત્યારબાદ સ્કેમર્સે વૃદ્ધને પાનકાર્ડ અપડેટ ન કરવાના નુકસાન બતાવ્યા. સ્કેમર્સે વૃદ્ધને પાન કાર્ડ અપડેટ કરવાના બહાને એક એપ ઇન્સ્ટોલ કરવા કહ્યું. ત્યારબાદ પીડિતે એક APK App ઇન્સ્ટોલ કરી લીધી. એક વખત એપ ઇન્સ્ટોલ થયા બાદ યુઝર્સે ફોનમાં છેડછાડ કરી.


કેવી રીતે એક્સેસ કરવામાં આવ્યો બેંક OTP?

કેવી રીતે એક્સેસ કરવામાં આવ્યો બેંક OTP?

એક વખત એપ ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝર્સે ફોનથી OTP અને બેંક ડિટેલ્સને એક્સેસ કરવામાં આવી. ત્યારબાદ પીડિતના બેંક અકાઉન્ટથી 13.86 લાખ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. આ ટ્રાન્ઝેક્શન મલ્ટિપલ અકાઉન્ટમાં થયા છે. વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, વૃદ્ધે APK App ઇન્સ્ટોલ કરી, જેનું નામ અત્યાર સુધી ખબર નથી. APK Appનું નામ એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યા સોર્સથી એપ ઇન્સ્ટોલ કરવું ખૂબ ખતરનાક સાબિત થાય છે. હેકર્સ તેની મદદથી તમારા સ્માર્ટફોનનો રિમોટ એક્સેસ લે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top