રોડ અકસ્માતમાં એક જ પરિવારના 9 લોકોના મોત, 2 ગંભીર ઘાયલ, એક સાથે સળગી તમામ ચિતાઓ
ઉત્તરાખંડના નૈનીતાલમાં શુક્રવારે સવારે ગોઝારા રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા. જાણકારી મળતા જ ગ્રામજનોએ રેસ્ક્યૂ કરીને બધા શબોને ખીણમાંથી બહાર કાઢ્યા. તો આ અકસ્માતમાં એક બાળકને સારવાર માટે હલદ્વાનીની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યું છે. તે પોતાની જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓખલકાંડા બ્લોકના છીડાખાન-રીઠાસાહિબ માર્ગ પર શુક્રવારે એક કેમ્પર અનિયંત્રિત થઈને 500 મીટર ઊંડી ખીણમાં પડી ગયું.
આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા. અકસ્માતમાં 2 લોકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. તેમાં 9 વર્ષનું એક બાળક ગંભીર રૂપે ઘાયલ થઇ ગયું છે. તેની સારવાર હલદ્વાનીની સુશીલા તિવારી હૉસ્પિટલમાં ચાલી રહી છે. DM વંદના સિંહે હૉસ્પિટલ જઈને બાળકના સ્વાસ્થ્ય બાબતે જાણકારી લીધી હતી. અકસ્માતમાં મૃતકોના શબોનો અંતિમ સંસ્કાર રવિવારે ગામમાં જ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગામમાં ખૂબ ગમગીન માહોલ હતો. ચારેય તરફ શોકનું મોજું ફરી વળ્યું હતો.
પર્વતો વચ્ચે એક સાથે શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમાં ભારે સંખ્યામાં ગ્રામીણ અને પ્રશાસનના લોકો ઉપસ્થિત રહ્યા. આ ઘટનાને લઈને DMને તપાસના નિર્દેશ આપ્યા છે. તો અકસ્માત બાદ ગ્રામીણોએ જનપ્રતિનિધિઓનો ભારે વિરોધ કર્યો. DM વંદના સિંહે કહ્યું કે, હાલમાં પ્રશાસનની પ્રાથમિકતા ઘાયલ બાળકને સારી રીતે સારવાર મળે અને તે પૂરી રીતે સ્વસ્થ થાય તેના પર ધ્યાન છે. મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી દ્વારા 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ જિલ્લા પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી રાહત કોષથી પણ આર્થિક સહાયતા આપવાની પણ માગ કરવામાં આવશે. એ વિસ્તારના રહેવાસી પ્રકાશ રૂવાલી અને રંજિત મટિયાલીએ જણાવ્યું કે, શુક્રવારની સવારે 8 વાગ્યે એક વાહન 500 મીટર ઊંડી ખીણમાં જઈ પડ્યું. તેમાં 11 યાત્રી હતા.
ધની દેવી (ઉંમર 38 વર્ષ)
તુલસી પ્રસાદ (ઉંમર 38 વર્ષ)
રમા દેવી (ઉંમર 30 વર્ષ)
તારું પનેરું (ઉંમર 5 વર્ષ)
દેવીદત્ત (ઉંમર 51 વર્ષ)
નરેશ પનેરું (ઉંમર 26 વર્ષ)
રાજેન્દ્ર પનેરું (ઉંમર 5 વર્ષ)
શિવરાજ સિંહ (ઉંમર 25 વર્ષ)
નરેન્દ્ર સિંહ
હેમચંદ્ર પનેરુ (ઉંમર 46 વર્ષ) અને યોગેશ પનેરુ (ઉંમર 9 વર્ષ)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp