આ તો ખરું થયું! જેલમાં નોકરી કરતી લેડી ઓફિસરે કેદી સાથે ‘અંગત પળો’ માણી, એનો વિડીયો ય રેકોર્ડ ક

આ તો ખરું થયું! જેલમાં નોકરી કરતી લેડી ઓફિસરે કેદી સાથે ‘અંગત પળો’ માણી, એનો વિડીયો ય રેકોર્ડ કર્યો, અને પછી...

08/22/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

આ તો ખરું થયું! જેલમાં નોકરી કરતી લેડી ઓફિસરે કેદી સાથે ‘અંગત પળો’ માણી, એનો વિડીયો ય રેકોર્ડ ક

Lady office in London Prison: દુનિયામાં જબરા લોકો વસેલા છે. અમુક નમૂના ટોપ એવા કામ કરી નાખે, જે વિષે જાણ્યા બાદ આપણે મૂંઝાઈ જઈએ... કે આમાં શરમાવું, ખીજાવું કે હસવું! હમણાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જેલમાં કામ કરતી મહિલા ઓફિસરે એક પુરુષ કેદી સાથે ણ કરવાનું કરી નાખ્યું! આટલું ઓછું હોય એમ એ ‘અંગત પળો’નો આખો વિડીયો પણ રેકોર્ડ કર્યો, જેમાં બધું સ્પષ્ટ જણાઈ આવે છે. એ વિડીયો વાઈરલ થયા બાદ હવે...


૩૦ વર્ષની કામણગારી ઓફિસરે પોતાની જ ‘કામલીલા’નું રેકોર્ડીંગ કર્યું...

૩૦ વર્ષની કામણગારી ઓફિસરે પોતાની જ ‘કામલીલા’નું રેકોર્ડીંગ કર્યું...

લિન્ડા ડી’સોઝા એબ્રુ નામક 30 વર્ષીય સુંદર મહિલા ઓફિસરે જેલમાં સજા ભોગવી રહેલ એક કેદી સાથે બિન્ધાસ્ત રંગરેલિયા મનાવી લીધી હતી. લિન્ડા દેખાવે અત્યંત ખુબસુરત છે, અને સોશિયલ મીડિયા પર કોઈ મોડેલની માફક તૈયાર થઈને ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. વોન્ડ્સવર્થની આ જેલનું નામ એચએમ જેલ છે, જે યુકેની સૌથી મોટી જેલોમાંથી એક છે. હાલમાં તેમાં 1500થી વધુ કેદીઓ છે. બ્રિટિશ સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ આ જેલની સુરક્ષા વ્યવસ્થામાં ખામી છે. રિપોર્ટ અનુસાર ક્ષમતા કરતા વધુ કેદીઓના કારણે અરાજકતાનું વાતાવરણ છે. આવી પરિસ્થિતિમાં એક મહિલા ઓફિસરની ‘કામ લીલા’ને કારણે જેલ ફરી એક વાર ખોટા કારણોસર ચર્ચામાં આવી ગઈ છે.

અહીં મહિલા જેલ અધિકારી લિન્ડા માત્ર સેક્સ એન્જોય કરવા સુધી જઈને અટકી નહોતી, બલકે તેણે આ આખી ‘કામલીલા’નો વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો. પાછળથી આ વિડીયો વાઈરલ થઇ જતા ભારે હોબાળો મચી ગયો છે.


લિન્ડાએ ભાગવાની કોશિશ કરી, પણ...

લિન્ડાએ ભાગવાની કોશિશ કરી, પણ...

કોઈ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા કારનામાને અંજામ આપનાર કામણગારી મહિલા ઓફિસરને પોતાની કામલીલાનો વિડીયો વાઈરલ થયા બાદ સમજાઈ ગયું, કે હવે એનું કારનામુ જગજાહેર થઇ ગયું છે. લિન્ડાને ખબર હતી કે તે તેની નોકરી ગુમાવશે અને જો તેને વચગાળાના જામીન નહીં મળે તો કદાચ જેલમાં ય જવું પડે! આવી સ્થિતિમાં તેણે જાણ કર્યા વિના ફરજ પરથી રજા લેવાનું વિચાર્યું. પરંતુ જ્યારે તે જેલમાંથી હિથ્રો એરપોર્ટ પર પહોંચી, ત્યારે સ્થાનિક પોલીસે અગાઉથી મળેલી સૂચનાને આધારે લિન્ડાને ઝડપી લીધી. જોકે બાદમાં લિન્ડાને જામીન મળી ગયા હતા. પરંતુ જેલ પ્રશાસને કેદી સાથે થયેલી મસ્તીના સમાચાર પર મૌન સેવ્યું હતું અને ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top