OMG! પુષ્પા-2 જોવા જતો યુવક ટ્રેનની અડફેટે આવતા મોત

OMG! પુષ્પા-2 જોવા જતો યુવક ટ્રેનની અડફેટે આવતા મોત

12/06/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

OMG! પુષ્પા-2 જોવા જતો યુવક ટ્રેનની અડફેટે આવતા મોત

અલ્લૂ અર્જૂનની ફિલ્મ 'પુષ્પા ૨: ધ રૂલ'ના પ્રીમિયર શૉ દરમિયાન હૈદરાબાદમાં એક ફિલ્મ થીયેટરમાં ભીડ ભેગી થવાના કારણે એક મહિલાનું મોત થઇ ગયું હતું અને તેના પુત્રને શ્વાસ રૂંધાઈ જવાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાના મોતના સંબંધમાં અભિનેતા અલ્લૂ અર્જૂન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક જોવા ગયેલો એક વ્યક્તિ ટ્રેન નીચે કચડાઈ ગયો.

અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2'નો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ચાહકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જે લોકો ફિલ્મ જોઈને આવી રહ્યા છે તેઓ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. આ દરમિયાન, બેંગ્લોરના બશેટ્ટીહલ્લીમાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા 19 વર્ષીય યુવકનું મોત થઇ ગયું હતું. શું છે આખો મામલો, ચાલો તમને જણાવીએ.


વ્યક્તિ ટ્રેનની નીચે આવી ગયો

વ્યક્તિ ટ્રેનની નીચે આવી ગયો

આ ઘટના ગુરુવારે સવારે 9:૦૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે યુવક તેના બે મિત્રો સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પુષ્પા 2' જોવા જઈ રહ્યો હતો. યુવકનું નામ પરવીન તમાચલમ હતું, જે શ્રીકાકુલમ આંધ્રપ્રદેશનો રહેવાસી હતો અને બશેટ્ટીહલ્લીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પરવીન અને તેના બે મિત્રો વૈભવ થિયેટરમાં સવારે 10:00 વાગ્યે ફિલ્મના શોમાં જઈ રહ્યા હતા. રસ્તામાં બશેટ્ટીહલ્લી પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પરવીનને તેજ ગતિએ આવતી ટ્રેનને ન જોઈ અને ટ્રેક પર ચઢી ગયો. ટ્રેને તેને ટક્કર મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. આ ઘટના બાદ પરવીનના બંને મિત્રો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.


પરવીન ક્યાંનો રહેવાસી હતો?

પરવીનનો પરિવાર આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો છે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી બશેટ્ટીહલ્લીના ઔદ્યોગિક વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યો હતો. તેણે ITIમાંથી ડિપ્લોમા કર્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે કામ કરી રહ્યો હતો. પરવીન ફિલ્મ 'પુષ્પા 2'  જોવા માટે ઉત્સાહિત હતો અને આ ખુશીમાં તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરવા લાગ્યો, જેના કારણે તેની સાથે આ દુઃખદ અકસ્માત થઇ ગયો.


પોલીસ મિત્રોને શોધી રહી છે

પોલીસ મિત્રોને શોધી રહી છે

પોલીસે જણાવ્યું કે જ્યારે પરવીન ટ્રેન સાથે અથડાયો ત્યારે તેના બંને મિત્રો પણ તેની સાથે હતા. પરંતુ અકસ્માત બાદ બંને મિત્રો ઘટનાસ્થળેથી ભાગીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. પોલીસ હવે આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને બંને મિત્રોને શોધી રહી છે.

આ ઘટના ફરી એકવાર બતાવે છે કે ઉતાવળ અને બેદરકારી ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. પરવીન જેવા યુવાનો તેમના જીવનમાં ઘણા સપનાઓ સાથે કામ કરે છે, પરંતુ એક નાની બેદરકારી તેમના જીવનનો કાયમ માટે અંત લાવી દે છે. ફિલ્મ જોવાનો શોખ હતો, પરંતુ ઉત્તેજનામાં હોશ ગુમાવવો પરવીનને ભારે પડી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top