શું સાચે જ કરણ જોહરની ફિલ્મમાંથી નીકળી ગયો હતો અભિશેક બેનર્જી? સ્ત્રી 2ના એક્ટરે જણાવ્યું સત્ય
સ્ત્રી 2મા જનાનો રોલ નિભાવનાર એક્ટર અભિષેક બેનર્જી પોતાની ફિલ્મો સિવાય એક વિવાદને લઇને પણ લાઇમલાઇટમાં આવી ગયો છે. એક પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં તેણે કરણ જોહરની ફિલ્મ અગ્નિપથને લઇને કહ્યું હતું કે આ ફિલ્મની કાસ્ટિંગ તે કરી રહ્યો હતો, પરંતુ તેને હટાવી દેવામાં આવ્યો. હવે તેના પર વિવાદ વધ્યા બાદ અભિષેક બેનર્જીએ આ બાબતે સફાઇ આપીને જણાવ્યું કે હકીકતમાં શું થયું હતું. સોમવારે અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયામાં પોતાનું એક નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે વિસ્તારથી પોતાની વાત રાખી છે.
સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 2012ની ફિલ્મ અગ્નિપથથી અલગ થવાનું કારણ એવું હતું કે અમે ડિરેક્ટર કરણ મલ્હોત્રાના વિઝનને સમજી શક્યા નહોતા. અણમોલ અને હું એ સમયે ખૂબ નાના હતા, 20-23 વર્ષના રહ્યા હોઇશું. કોઇ મોટી કોમર્શિયલ ફિલ્મ લાયક અમારો અનુભવ નહોતો. એટલે મિસ્ટર મલ્હોત્રાના વિઝનને સમજી શકવામાં અમારાથી ચૂંક થઇ ગઇ હતી. અભિષેકે વધુમાં કહ્યું કે, અમે ક્યારેય ધર્મ પ્રોડક્શન્સ પર કઇ ખોટો કરવાનો આરોપ લગાવ્યો નથી. હકીકત તો એ છે કે હું ધર્મો અને કરણ જોહરનું ખૂબ સન્માન કરું છું. તેણે કહ્યું કે, મેં ક્યારેય કહ્યું નથી કે મને હટાવવા પાછળ કરણ જોહરનો હાથ હતો, છતા કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ નિર્ણય મિસ્ટર મલ્હોત્રા (અગ્નિપથન ડિરેક્ટર)ની ટીમે લીધો હતો અને હું તેનાથી સંમત છું.
અભિષેકે સ્ટેટમેન્ટમાં આગળ કહ્યું કે, મેં આ કહાની એટલે શેર કરી હતી, જેથી ઉભરતા કલાકારોને પ્રેરિત કરી શકું કે જીવનમાં ક્યારેય કોઇ અડચણ આવી જાય તો હિંમત ન હારે કેમ કે વાપસી હંમેશાં થાય છે. અમે ધર્મા સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે, જેમાં ઓકે જાનુ, સ્ટુડન્ટ ઓફ ધ યર 2, કલંક અને હાલમાં જ રીલિઝ થયેલી ‘કિલ ઔર ગ્યારહ’ સામેલ છે. ધર્માની અજીબ દાસ્તાન્સમાં તો મેં અભિનય પણ કર્યું હતું. અભિષેક અંતમાં લખ્યું કે ધર્માએ મારા અને મારી કંપની કાસ્ટિંગ બે સાથે હંમેશાં સારું જ કર્યું છે. અભિષેક સ્ત્રી 2 સિવાય હાલમાં વેદામાં પણ નજરે પડી રહ્યો છે, જેમાં તેણે કહ્યું મુખ્ય વિલેનનો રોલ નિભાવ્યો છે. અભિષેકે આમ તો ઘણી ફિલ્મો અને સીરિઝમાં કામ કર્યું છે, પરંતુ તેની બધી ઓળખ આજે પણ પ્રાઇમ વીડિયોની સીરિઝ પાતાલ લોક છે, જેમાં હથોડા ત્યાગીનો રોલ નિભાવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp