અલ્લૂ અર્જૂન સામે નોંધાયો વધુ એક કેસ! મામલો પોલીસ સાથે જોડાયેલો છે
Allu Arjun: પુષ્પા 2 રીલિઝ થઇ ત્યારથી કમાણીના નવા રેકોર્ડ બનાવી રહ્ છે. પરંતુ ત્યારબાદ આ ફિલ્મનું નામ પણ અલગ-અલગ વિવાદોમાં સપડાયું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે અલ્લૂ અર્જૂન અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં પોલીસને જે રીતે દર્શાવવામાં આવી છે, એ વાતથી કોંગ્રેસના એક નેતાએ નારાજ થઇને મેકર્સ સામે કાર્યવાહી કરી છે.
ફહાદ ફાસિલે ‘પુષ્પા 2’માં ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવી હતી. તે એક પોલીસ અધિકારી છે, જે પુષ્પરાજને કોઇપણ રીતે પકડવા માગે છે. પરંતુ ફિલ્મ ઘણા બધા અવસર પર એ પાત્ર સાથે ખેલવાડ કરે છે. પુષ્પા તેને ક્યારેય ગંભીરતાથી લેતો નથી, ન તો તે ક્યારેય પુષ્પાને પડકારી શકે છે. ફિલ્મમાં એક સીન છે જેમાં ભંવર સિંહ સ્વિમિંગ પૂલમાં પડી જાય છે અને પુષ્પરાજ એ જ પૂલમાં પેશાબ કરી દે છે. તેલંગાણા કોંગ્રેસના નેતા તીનમાર મલ્લાનાએ આ દૃશ્ય સામે પોતાનો વાંધો નોંધાવ્યો છે. નિર્માતાઓ સામે કેસ નોંધતાવતા તેમણે કહ્યું કે આ દૃશ્ય પોલીસની ગરિમાને ઠેસ પહોંચાડે છે. મેકર્સ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
આ પહેલીવાર નથી જ્યારે ભંવર સિંહ શેખાવતના પાત્રને લઇને હોબાળો થયો હોય. આ અગાઉ કરણી સેના સાથે જોડાયેલા રાજ શેખાવતે કહ્યું હતું કે મેકર્સે શેખાવત સમુદાયની ભાવનાઓનું અપમાન કર્યું છે. તેણે મેકર્સને વધુ ધમકી આપી હતી કે તેમણે શેખાવત નામ કાઢી નાખે, નહીંતર તેમને ઘરમાં ઘૂસીને મારીશુ.
તમને જણાવી દઇએ કે 'પુષ્પા 2' સતત વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મની રીલિઝ પહેલા, 04 ડિસેમ્બરની રાત્રે સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શૉ હતો. અલ્લૂ અર્જૂન પણ ત્યાં પહોંચી ગયો. સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી ગઇ હતી જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે શ્રી તેજ નામના બાળકને ઇજા થઇ હતી. પોલીસે આ સંબંધમાં અલ્લૂ અર્જૂનને પણ કસ્ટડીમાં લીધો હતો. જે બાદ તેને વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો હતો.
અલ્લૂ અર્જૂન સામેના કેસની વાત કરીએ આજે અલ્લૂ અર્જૂનની પૂછપરછ પૂરી થઇ ગઇ છે. હૈદરાબાદ પોલીસે 'પુષ્પા 2'ના અભિનેતાની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. કારણ કે એવી અટકળો હતી કે અભિનેતાને સંધ્યા થિયેટરમાં લઇ જવામાં આવશે, એવું બન્યું નહીં. આ દરમિયાન પોલીસે અભિનેતાના બાઉન્સરની ધરપકડ કરી લીધી છે. અલ્લૂ અર્જૂનના બાઉન્સર એન્થની પર ધક્કો આપવાનો આરોપ છે. પૂછપરછ પૂરી થયા બાદ પુષ્પાભાઇ તેના ઘરે જતો જોવો મળ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp