અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી : શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ

અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી : શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ

06/06/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી : શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને (Dilip Kumar) શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ  સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના અધિકારીક ટ્વીટર અકાઉન્ટ પરથી આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

ટ્વીટમાં લખ્યું છે કે, ‘દિલીપ કુમારને રૂટિન ચેક-અપ અને તપાસ માટે નોન કોવિડ પીડી હિંદુજા હોસ્પિટલ ખારમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને શ્વાસની તકલીફની ફરિયાદ હતી. ડૉ. નીતિન ગોખલે અને તેમની તબીબી ટીમ તેમની સારવાર કરી રહી છે. સાહેબના સારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો અને સુરક્ષિત રહો.’

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલીપ કુમારને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વસ્થ થતા તેઓ ઘરે પરત ફર્યા હતા.

તેમનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમને ૮ વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમજ વર્ષ ૧૯૯૪માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિલીપ કુમાર વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી રાજ્યસભાના મનોનીત સાંસદ પણ રહ્યા હતા. વર્ષ ૧૯૯૬ માં તેમણે ૪૪ વર્ષની વયે સાયરા બાનો સાથે નિકાહ કર્યા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top