ગોવિંદાને ગોળી લાગી ત્યારે પત્ની સુનીતા ક્યાં હતી? માત્ર એક જ શખ્સ હાજર હતો

ગોવિંદાને ગોળી લાગી ત્યારે પત્ની સુનીતા ક્યાં હતી? માત્ર એક જ શખ્સ હાજર હતો

10/01/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

ગોવિંદાને ગોળી લાગી ત્યારે પત્ની સુનીતા ક્યાં હતી? માત્ર એક જ શખ્સ હાજર હતો

બોલિવુડ એક્ટર ગોવિંદાના ઘરથી આજે માઠા સમાચાર સામે આવ્યા છે. સૂર્યના પહેલા કિરણો ઉગે એ અગાઉ અભિનેતાને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 5:00 વાગ્યાની આસપાસ તેને ગોળી વાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને ડાબા પગના નીચેના ભાગમાં ગોળી વાગી હતી. અભિનેતાને આ ગોળી કોઇએ મારી નથી, પરંતુ ભૂલથી વાગી હતી. તેને પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળી વાગી હતી. અભિનેતાની સારવાર અંધેરીની હૉસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ ઘટના કેવી રીતે બની, તે દરમિયાન કોણ કોણ હાજર હતું, અભિનેતાની પત્ની સુનીતા ક્યાં હતી, તેના બાળકો ક્યાં હતા તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. અમે તમારા માટે આ સમગ્ર મામલાને લગતી દરેક મિનિટની માહિતી લઇને આવ્યા છીએ.


ગોવિંદાની પત્ની ક્યાં હતી?

ગોવિંદાની પત્ની ક્યાં હતી?

ગોવિંદા કોલકાતા જવા માટે ઘરેથી નીકળવાનો હતો. તેની પત્ની સુનીતા પહેલા જ કોલકાતા પહોંચી ગઇ છે. કોલકાતા જવા અગાઉ અભિનેતા પોતે કબાટમાંથી કપડાં કાઢીને પેક કરી રહ્યો હતો. આ દરમિયાન તેની લોડેડ રિવોલ્વર નીચે પડી ગઇ હતી અને એમ બનતાની સાથે જ એક ગોળી ચાલી અને તે તેના ડાબા પગમાં વાગી હતી. આ ગોળી ઘૂંટણના નીચેના ભાગમાં વાગી હતી. હાલમાં ક્રિટી કેર હૉસ્પિટલમાં કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ગોળી કાઢી લેવામાં આવી છે. ગોવિંદાને ICUમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. ગોવિંદા હાલમાં સ્થિર છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે અથવા આવતીકાલે મોડી સાંજ સુધીમાં તેને રજા મળી શકે છે.


માત્ર આ વ્યક્તિ જ હાજર હતો

માત્ર આ વ્યક્તિ જ હાજર હતો

આ સમગ્ર ઘટના દરમિયાન અભિનેતા સાથે માત્ર એક જ વ્યક્તિ હાજર હતો, જેણે તેની સાથે થયેલો અકસ્માત જોયો હતો. તેની પત્ની સુનીતા પહેલાથી જ કોલકાતા જતી રહી હતી તેથી તે આ બાબતથી અજાણ હતી. હાલમાં તેને આ અંગે માહિતી મળી ગઇ છે. ગોવિંદાની દીકરી ટીના હૉસ્પિટલમાં હાજર છે અને તેની સામે જ તેના પિતાની સારવાર શરૂ થઇ. આ ઘટના વખતે ગોવિંદ સાથે તેમના ઘરમાં માત્ર તેમનો નોકર જ હાજર હતો. એમ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઘટના બની ત્યારે તે તેની સાથે હતો. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસ તમામના નિવેદન લઇ રહી છે. હાલમાં, અભિનેતાના પુત્ર ક્યાં હતો તેને લગતી માહિતી સામે આવી નથી.


ગોવિંદાએ જાહેર કર્યું નિવેદન

ગોવિંદાએ જાહેર કર્યું નિવેદન

આ સમગ્ર ઘટના બાદ ગોવિંદાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે હૉસ્પિટલથી એક ઓડિયો મેસેજ જાહેર કર્યો અને જણાવ્યું કે આ ઘટના તેની પોતાની ભૂલથી બની છે. અચાનક તેની પાસેથી બંદૂક નીચે પડી અને ગોળી તેના પગમાં વાગી હતી. તેણે કહ્યું કે તે હવે સ્વસ્થ છે અને સખત દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ છે. આ સિવાય તેણે તેના ચાહકો, માતા-પિતા અને ભગવાનનો આભાર માન્યો છે. તેના અવાજમાં ખૂબ દર્દ હતું, જે કોઇ પણ અનુભવી શકે છે. તે ધ્રૂજતા અવાજમાં પોતાનું નિવેદન આપી રહ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top