Gujarat High Court Bomb threat: વડોદરામાં એક શાળાને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ, ગુજરાત હાઇકોર્ટને મળી આ ધમકી
Gujarat High Court Bomb threat: આજે સવારે વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટને પણ ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને તમામ કોર્ટ પરિસરમાં તેમજ ખાસ કરીને તમામ જિલ્લા સ્તરની કોર્ટમાં AS તપાસની કામગીરી સોંપી છે. જોકે, ચીફ જસ્ટિસે આ વખતે પાછલી વખતની જેમ કોર્ટ ખાલી કરવાનો ઈનકાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આજે સવારે 7:55 વાગ્યે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના અધિકારીઓ (CPC અને રજિસ્ટ્રાર જનરલ)ને રેની જોશીલદા (ઈમેલ: renee_joshilda@hotmail.com) તરફથી તેમના E-mail ID, cpc-guj@aij.gov.in અને rg-hi-guj@nic.in પર એક E-mail મળ્યો હતો. E-mailમાં ધમકી આપવામાં આવી હતી કે, ગુજરાત કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં 3 RDX આધારિત IED મૂકવામાં આવ્યા છે અને એક VIPને નિશાન બનાવવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ કોર્ટ પરિસરમાં IED મૂકવામાં આવ્યા છે.
અગાઉ 15 દિવસ પહેલાં પણ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઇકોર્ટના E-mail પર અજાણી વ્યક્તિએ E-mail કર્યો હતો. ધમકીભર્યો મેલ મળતા જ હાઇકોર્ટના ગેટ બંધ કરી ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 6 બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. હાઇકોર્ટની સુરક્ષા માટે DySP કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જે હેઠળ SRPની 2 કંપની અને ટેક્નિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યાં હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp