Iran Israel War: દોહાના મોલમાં મચી અફરાતફરી, અમેરિકા એરબેઝ પર ઈરાની હુમલા વચ્ચે કતારમાં દેખાયો આવો નજારો, જુઓ વીડિયો
Iran Attacks US Base In Qatars Doha: પહેલી વાર કતારના નાગરિકોએ આટલો ભયાનક હવાઈ હુમલો અનુભવ્યો હશે. ગઈકાલે રાત્રે ઈરાને અલ- ઉદઇદ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જે કતારમાં સૌથી મોટું અમેરિકાનું લશ્કરી થાણું છે. આ હુમલાને ઈરાનના જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. અગાઉ, અમેરિકાએ ઈરાનના પરમાણુ સાઇટ્સ પર બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં આ હુમલો થયો હતો.
આ હુમલાની અસર દોહાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળી. આ પહેલી વાર છે જ્યારે કતારના લોકો તેમના દેશમાં આવા હવાઈ હુમલાનો સામનો કરી રહ્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દોહાનો હોવાનું કહેવાય છે. CNNના અહેવાલ મુજબ, દોહામાં મોડી રાત્રે જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. આખા શહેરમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી અને સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. વીડિયોમાં દોહામાં એક મોલ દેખાય છે. જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો ચીસો પાડીને બહાર દોડતા જોવા મળે છે. હુમલા બાદ તરત જ, કતાર, કુવૈત, બહેરીન અને UAEએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા હતા. ઈરાનના મિસાઈલ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
The panic of Qatari citizens at the moment of the attack in a Doha mall. pic.twitter.com/HZCYRi8jZN — Brian’s Breaking News and Intel (@intelFromBrian) June 23, 2025
The panic of Qatari citizens at the moment of the attack in a Doha mall. pic.twitter.com/HZCYRi8jZN
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ઓપરેશનમાં જેટલી મિસાઈલો છોડવામાં આવી હતી, એટલી જ સંખ્યામાં અમેરિકાએ ઈરાનના પરમાણુ સાઇટ્સ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અમે જે બેઝને નિશાન બનાવ્યું, તે રહેણાંક વિસ્તારોથી દૂર હતો જેથી સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય. ઈરાની સશસ્ત્ર દળોના પ્રવક્તાએ કહ્યું કે આ હુમલો બદલો લેવા માટે છે અને તે રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ચેતવણી પણ આપી હતી કે દુનિયાએ એ સમજવું જોઈએ કે હિટ એન્ડ રનનો જમાનો જતો રહ્યો છે. અમે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપીશું.
દોહાના દક્ષિણપશ્ચિમમાં સ્થિત અલ-ઉદઇદ એર બેઝ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક છે, જ્યાં લગભગ 10,000 અમેરિકન સૈનિકો તૈનાત છે. અહીંથી ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાનમાં કામગીરી હાથ ધરવામાં આવે છે. આ બેઝ 60 એકરમાં ફેલાયેલું છે અને લગભગ 100 લશ્કરી વિમાનો અહીં ઉપસ્થિત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp